તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 13th March 2026
મધુર ડેરી સામે પશુપાલકોનો વિરોધ : દહેગામ તાલુકામાં દૂધ લેવાનું બંધ કરતા વિવાદ રસ્તા પર દૂધ ઢોળ્યું : ચક્કાજામ કરાયો;અનેકની અટકાયત
રોષે ભરાયેલા પશુપાલકોએ ચેતવણી આપી છે કે, જો માગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ગાંધીનગર: જિલ્લાના દહેગામ તાલુકામાં દૂધ સ્વીકાર મુદ્દે પશુપાલકો અને અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ વચ્ચે વિવાદ સર્જાયો છે. ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકાતા તાલુકાના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે પશુપાલકો ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યા છે. પશુપાલકોએ દહેગામની નેહરુ ચોકડી પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બુધવારે દહેગામના વાડિયા ગામના પશુપાલકોએ અને આજે ખાનપુર તેમજ નવા થાંભલિયા સમસ્ત દૂધ ઉત્પાદક સંઘ પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે રોષે ભરાયેલા પશુપાલકોએ ચેતવણી આપી છે કે, જો માગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ઉત્તમ ડેરીએ મધુર ડેરીને કોર્ટ નોટિસ આપતા મધુર ડેરીએ 90 જેટલી દૂધ મંડળીઓ દૈનિક 60 હજાર લીટર દૂધ ભરાવતા હતા તે લેવાનું બંધ કરી દીધું છે. મધુર ડેરીના આ નિર્ણયથી દહેગામના 15 હજાર જેટલા દૂધ ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે. આ રોષે ભરાયેલા પશુપાલકોએ ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડનું પૂતળું બાળી સૂત્રોચ્ચાર કર્યા હતા.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
