તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
રાજ્યમાં કાળઝાળ ગરમીમાં રાહત : મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો
માત્ર રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન:અનેક જિલ્લામાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું: જાણો ક્યાં શહેરમાં કેટલું તાપમાન

અમદાવાદ :રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આજે જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોને અંગ દઝાડતી ગરમીમાંથી આંશિક છુટકારો મળ્યો છે.
છેલ્લા 2 દિવસથી અનેક જિલ્લામાં 42 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. જો કે આજે અનેક શહેરોના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે માત્ર રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અનેક જિલ્લામાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું રાજકોટ 40.6°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ કેન્દ્ર રહ્યું છે,.
જ્યારે તેની પાછળ ભુજ અને અમરેલીમાં પણ પારો 39 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. જ્યારે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં પણ તાપમાન ઘટી 39 ડિગ્રીની આસપાસ નોંધાયું છે, જે સૂચવે છે કે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત મળી છે. બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ પ્રમાણમાં પણ રાહતજનક છે. ખાસ કરીને દ્વારકા 29.0°C સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ઓખા અને દીવમાં પણ તાપમાન નીચું નોંધાયું છે.
રાજ્યના શહેરોનું તાપમાન
અમદાવાદ 38.9
અમરેલી 39.5
વડોદરા 39.0
ભાવનગર 37.0
ભુજ 39.6
દાહોદ 36.2
દમણ 34.4
ડાંગ 38.9
ડીસા 38.8
દીવ 33.0
દ્વારકા 29.0
ગાંધીનગર 38.4
કંડલા 36.3
નલિયા 35.2
ઓખા 30.4
પોરબંદર 36.2
રાજકોટ 40.6
સુરત 39.2
વેરાવળ 35.0
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
