News of Friday, 13th March 2026
હવામાનમાં આવશે મોટો પલટો : ગુજરાતના ૧પ જિલ્લાઓમાં કમોસમી વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ પડશે : બાદ ફરી ગરમી વધશે

અમદાવાદ : દેશભરમાં ઉનાળાનો પ્રકોપ ધીમે ધીમે વર્તાઈ રહ્યો છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના રાજ્યોમાં તાપમાન વધી રહ્યું છે. ગરમીના કારણે લોકો માટે દિવસ દરમિયાન બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. જોકે, હવામાન વિભાગે ગરમીથી થોડી રાહતનો સંકેત આપ્યો છે.
દરમિયાન હવામાનશાષાી અંબાલાલ પટેલે ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. તેમણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરી છે. જેના કારણે ગુજરાતના સામાન્ય માણસને તો રાહત લાગશે, પરંતુ જગતના તાત એવા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ જશે. તેઓ જણાવે છે કે, ૨૦મી તારીખ સુધીમાં તો ધીરે ધીરે ગરમી વધશે અને કોઈક કોઈક ભાગમાં તો ૪૪ ડિગ્રી સુધી પણ ગરમી આંબી શકે છે.
અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે તારીખ ૧૪થી ૧૮માં એક મજબૂત પヘમિ વિક્ષેપ આવશે. જેની અસર ગુજરાતના ભાગો ઉપર પડવાની શકયતા છે. ૧૬થી ૨૨ માર્ચમાં એક મધ્યમ કક્ષાનો વિક્ષેપ આવતા તેની અસર ગુજરાતના ભાગો ઉપર થવાની શકયતા છે. દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે.
આ સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. ગરમીની સાથે પヘમિી વિક્ષેપ આવે ત્યારે કરા પડવાની શકયતા રહેતી હોય છે. જેથી ગુજરાતમાં આ તારીખોમાં હવામાનમાં પલટા સાથે કરા પડવાની શકયતા છે. ૧૬થી ૨૦ માર્ચ અને ૨૮ માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં દેશ સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શકયતા છે. ૨૮મી માર્ચથી એપ્રિલની શરૂઆતમાં પણ પヘમિી વિક્ષેપ આવશે, એટલે કહી શકાય કે, ૧૫મી માર્ચ બાદ ગુજરાત સહિત દેશના હવામાનમાં પલટો આવી શકે છે. ૧૬થી ૨૮ માર્ચ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડશે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
