News of Friday, 13th March 2026
કેદીઓના મગજમાં હિંસા નહિ, શાંતિ, કરુણા જગાવવા ત્રણ સુધી ધ્યાનમાં બેસાડ્યા, ચમત્કારી પરિણામ
કાળમીંઢ દીવાલો, એક એકથી ચડે તેવા અપરાધીઓ, તંગ વાતાવરણ વચ્ચે રહેતા કેદીઓના માનસ હિંસક ન બને તે માટે જેલમાં અદભુત પ્રયોગ જેલ સુપ્રિ. ગૌરવ અગ્રવાલ ટીમ દ્વારા ગુજરાતના મુખ્ય પોલીસ વડા અને ઇન્ચાર્જ પોલીસ વડા ડો.કે. એલ. એન.રાવના વિચારોનું અમલીકરણ કરી બતાવ્યું

રાજકોટ, તા.૧૩: જેલોની ઊંચી દિવાલો વચ્ચે ખૂંખાર કેદીઓ રહેતા હોય ત્યારે એ વાતાવરણમાં રહેતા કેદીઓના મગજમાં સતત ગુસ્સો, તણાવ આવે અને તેની સીધી અસર તેમના મગજ પર થાય.
આવા કેદીઓ હિંસક વિચારના બને તે અટકાવવા માટે અમદાવાદની મધ્યસ્થ જેલમાં જેલ સુપ્રિટેન્ડેન્ટ ગૌરવ અગ્રવાલ ટીમ દ્વારા હિમાલયન સમર્પણ ધ્યાન યોગના પૂજય શિવ કળપાનંદજીની ત્રણ દિવસની ધ્યાન શિબિરનું અનોખું આયોજન ગુજરાતના મુખ્ય પોલીસ વડા સાથે ગુજરાત જેલોની રાજ્ય સરકારે જેમની જેલ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તનની નોંધ લેવા સાથે જેલો તેમના સુપરવિઝન હેઠળ યથાવત રાખેલ છે તેવા ડો.કે. એલ.એન. રાવ અને ડીઆઈજી અશ્વિન ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.
આ પ્રસંગે મંત્રી પૂનમચંદ બરંડા, મંત્રી કમલેશભાઈ પટેલ, ડો.રાવ, ગુજરાતના નવ નિયુકત ગુપ્તચર વડા અશોક કુમાર યાદવ, પૂર્વ ડીજીપી એસ એન. ખાંડવાવાલા, આનંદ બિહોલા જોઇન્ટ સેક્રેટરી હોમ ઉપસ્થિત રહેલ
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
