<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સોૈરાષ્‍ટ્રના રેલ્‍વે કેન્‍દ્રો મુદે રામભાઇ મોકરીયાને રેલ્‍વેમંત્રીને રજૂઆત

 

રાજકોટઃ તા.૧૩ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રના રેલવે પ્રોજેક્‍ટ, નવી ટ્રેન સેવાઓ અને મુસાફરોની સુવિધાઓ વધારવા કેન્‍દ્રીય રેલવે મંત્રી સાથે વિગતવાર ચર્ચા રાજ્‍ય સભાના સાંસદ રામભાઇ મોકરીયાએ કરી હતી. સૌરાષ્‍ટ્રના લોકોને રાજકોટ થી હરિદ્વાર જવા માટે ખૂબ મુશ્‍કેલી પડે છે તેમજ અઠવાડિયામાં એક જ ટ્રેન હોવાથી ટ્રેનમાં લાંબુ વેઇટિંગ લિસ્‍ટ હોવાથી મુસાફરોને ખૂબ મુશ્‍કેલી પડતી હોવાથી આ ટ્રેન ડેઇલી ચાલુ કરવામાં આવે અથવા તો અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલુ કરવામાં આવે તો સૌરાષ્‍ટ્રના લોકોને ખૂબ રાહત રહેશે તેમ જ અગાઉ ૧૧ ટ્રેનો અમદાવાદ થી રાજકોટ લંબાવવાની જાહેરાત કરેલી તે ટ્રેનો વહેલી તકે અમદાવાદ થી રાજકોટ લંબાઇ જાય તેમ જ સૌરાષ્‍ટ્રના લોકોને સૌરાષ્‍ટ્ર મેલ સાંજના ૧૬:૩૦ વાગે ઉપડે છે તેને બદલે કોરોના પહેલાના સમયમાં સાંજના ૧૭:૪૫ વાગ્‍યે કે ૧૮ વાગ્‍યાની આસપાસ કરવામાં આવે અને બોરીવલી ખાતે વહેલી સવારે ૬:૦૦  થી ૭:૦૦ વાગ્‍યાની વચ્‍ચે પહોંચે તે રીતે સૌરાષ્‍ટ્ર મેલ ચાલુ કરવા માટે તે ઉપરાંત દુરંતો ટ્રેનને બોરીવલી ખાતે સ્‍ટોપેજ નહીં હોવાથી લોકોને ખૂબ અગવડતા ઊભી થાય છે અને વિના કારણે મુંબઈ સેન્‍ટ્રલ તક જવું પડે છે તો આ દુરંતો ટ્રેનને બોરીવલી સ્‍ટેશન ખાતે એક મિનિટ કે બે મિનિટનો સ્‍ટોપેજ આપવા રામભાઇ મોકરીયાએ રજૂઆત કરી છે.  સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ  મોદીના નેતળત્‍વમાં દેશભરમાં આધુનિક અને ઝડપી રેલવે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકસાવવા માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ વિકાસયાત્રામાં સૌરાષ્‍ટ્ર પ્રદેશને પણ વધુ મજબૂત રીતે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવજીએ રજૂ કરાયેલા મુદ્દાઓને ધ્‍યાનપૂર્વક સાંભળી પ્રદેશના વિકાસ માટે સકારાત્‍મક અભિગમ વ્‍યક્‍ત કર્યો અને ચાલી રહેલા તેમજ આવનારા રેલવે વિકાસકાર્યોને વધુ ગતિ આપવા માટે યોગ્‍ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી છે.

(3:43 PM IST)