તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
સરકારનો મહત્વનો નિર્ણયઃ ૧૫ વર્ષ જૂના તમામ સરકારી વાહનો ભંગારમાં જશેઃ તાત્કાલીક અમલ માટે આદેશો
કલેક્ટર સહિત તમામ કચેરીને ઠરાવ મોકલાયોઃ રદબાતલ કરવાની પ્રક્રિયામાં અનેક ફેરફારો : વાહને ૧૦ વર્ષે પૂર્ણ કર્યા હોય પરંતુ ૨ાા લાખ કિમી ચાલેલુ હોય તો પણ જે તે કચેરીના વડા રદબાતલ કરી શકશે..

રાજકોટ,તા.૧૩: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે.૧૫ વર્ષ જૂના સરકારી વાહનો હવે ફરજિયાત સ્ક્રેપ રદબાતલ કરવાની પ્રક્રિયામાં મોટા ફેરફાર કર્યો છે. આ પરિપત્ર રાજકોટ કલેક્ટર સહિત તમામ કચેરીને ફાળવી દેવાયો છે. જેમાં ઉમેરાયુ છે કે ૧૦ વર્ષ કે ૨.૫૦ લાખ કિમી પૂર્ણ કરનાર વાહનોને પણ રદબાતલ જાહેર કરી શકાશે; નવી કાર્યપદ્ધતિ અંગે બંદરો અને વાહન વ્યવહાર વિભાગનો આ ઠરાવ જાહેર કર્યો છે.
ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા સરકારી વાહનોને રદબાતલ કરવા અને ત્યારબાદ તેના નિકાલ કરવાની કાર્યપદ્ધતિમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યાર સુધી અનુભવે એવું જોવા મળ્યું હતું કે માપદંડો પૂર્ણ થવા છતાં વાહનો સમયસર રદબાતલ ન થતા હોવાથી તેની કિંમત ઘટી જતી હતી, જેને ધ્યાને રાખીને આ નવી નીતિ જાહેર કરવામાં આવી છે.
નવી કાર્યપદ્ધતિ મુજબ, વાહનને રદબાતલ જાહેર કરવા માટે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જો વાહન ૧૦ વર્ષ પૂર્ણ કરે અને ૨.૫૦ લાખ કિમી ચાલેલું હોય, તો કચેરીના વડા તેને રદબાતલ જાહેર કરી શકે છે.ખાતાના વડાની સત્તા જો વાહને ૧૦ વર્ષ પૂર્ણ કર્યા હોય પણ ૨.૫૦ લાખ કિમી ન ફર્યું હોય, અથવા કિમી પૂર્ણ કર્યા હોય પણ વર્ષ બાકી હોય, તો ખાતાના વડા નિર્ણય લઈ શકશે.ખાસ કિસ્સામાં મંજૂરી જો વાહન બંને માપદંડો પૂર્ણ ન કરતું હોય છતાં ઉપયોગમાં લેવાપાત્ર ન હોય, તો મિકેનિકલ ડિવિઝનના અધિક્ષક ઈજનેરનો અભિપ્રાય મેળવી વહીવટી વિભાગના વડા મંજૂરી આપી શકશે.
કેન્દ્ર સરકારના G.S.R 29(E) અને કેન્દ્રીય મોટર વાહન નિયમો-૧૯૮૯ મુજબ, ૧૫ વર્ષ કે તેથી વધુ આયુ ધરાવતા તમામ સરકારી વાહનોને હવે ફરજિયાતપણે સરકાર માન્ય મારફતે સ્ક્રેપ કરવાના રહેશે. જે વાહનો ૧૫ વર્ષના ન થયા હોય, તેનો નિકાલ હરાજીથી કરવો કે સ્ક્રેપ કરવા તે અંગેનો નિર્ણય જે-તે મૂળ કચેરીએ લેવાનો રહેશે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
