News of Friday, 13th March 2026
ગુજરાત રાજયમાં લોક ભાગીદારી થકી વૃક્ષ આવરણ વધારવા વિવિધ કામગીરી
જાહેર અગત્યની બાબતો ઉપર વનમંત્રીનું ગુજરાત વિધાનસભાના નિયમ -૪૪ હેઠળ નિવેદન

અમદાવાદ, તા.૧૩: જાહેર અગત્યની બાબત પર વન મંત્રીશ્રીએ ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ - ૪૪ હેઠળનું નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ઝડપી ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને આધારભૂત સુવિધાઓના વિસ્તરણને કારણે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે સરકાર, ખાનગી ક્ષેત્ર અને સ્થાનિક સમુદાયો વચ્ચે સંકલિત અને જવાબદાર સહકાર જરૂરી છે. ગુજરાત રાજ્યમાં લોકભાગીદારી (PPP) થકી વળક્ષ આવરણ વધારવા માટે વનીકરણની વિવિધ કામગીરીઓ કરવામાં આવે છે.
આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન કવર વધારવા એક પેડ માં કે નામઁના કાર્યક્રમ મારફતે વળક્ષારોપણને જનઆંદોલનમાં પરિવર્તિત કરવાની પહેલ કરી છે. લોકભાગીદારી દ્વારા ગ્રામ્ય અને શહેરી સ્તરે જનજાગળતિ, જવાબદારીની ભાવના અને સંરક્ષણ પ્રત્યેનો સ્વૈચ્છિક સહકાર મજબૂત થયેલ છે, જ્યારે PPP મોડેલ દ્વારા નાણાકીય સ્રોતો, આધુનિક તાંત્રિક કુશળતા અને વ્યવસ્થાપન ક્ષમતાનો અસરકારક સમાવેશ થયો છે. આ બંને અભિગમના સંયોજનથી પર્યાવરણલક્ષી યોજનાઓ વધુ કાર્યક્ષમ, પારદર્શક અને દીર્ઘકાલિન ટકાઉ બન્યો છે, જે રાજ્યના સંતુલિત વિકાસ માટે જરૂરી છે.
ગુજરાત રાજ્યને વિકસિત રાજય અને વિઝન-૨૦૪૭ને ધ્યાને લઈ વળક્ષ આવરણ (Tree Cover) સતત વધારવાની જરૂરીયાત રહેલ છે. વન વિભાગ દ્વારા વનોના બહારના વિસ્તારમાં મોટાપાયે વનીકરણની કામગીરી કરવી જરૂરી છે. આ યોજના હેઠળ રાજ્યમાં ગૌચર વિસ્તારમાં પિયત અને બિન-પિયત મોડેલ હેઠળ વાવેતરની કામગીરી કરવામાં આવે છે. રોડની બંને બાજુ હરિત વનપથ મોડેલ હેઠળ વાવેતરની કામગીરી હાથ ધરાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પહેલથી સોમનાથ-પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે-૫૧ની આસપાસ આજે ૪૦ હજાર કરતાં વધારે મોટા રોપાનું સફળ વાવેતર કરેલ છે.
ઉક્ત કામગીરીનો વ્યાપ વધારવા માટે પીપીપી ધોરણે ગ્રામ પંચરત્ન અને અમળત સરોવર ફરતે દેશી પ્રજાતિના રોપાઓનું વાવેતર ઉપરાંત મિયાવાકી પધ્ધતિ હેઠળ વન કવચ વિકસાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોની ગૌચર જમીન, પડતર જમીન અને અન્ય ઉપલબ્ધ બિનઉપયોગી વિસ્તારોમાં સુવ્યવસ્થિત આયોજન કરી મોટાપાયે વનીકરણની કામગીરીઓ હાથ ધરવા તથા રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે લોકભાગીદારી અભિગમ (PPP) મોડેલ હેઠળ રાજ્યના વળક્ષ આવરણ વધારવાનો મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે આવકારદાયક નિર્ણય કરેલ છે
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
