<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સુરતમાં છુટાછેડાના કેસ માટે આવેલાં વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યા બાદ તેણે પર ઝેર ગટગટાવી લીધુ : બન્નેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

આરોપી મહિલાને તેના પતિ પર અન્ય મહિલાઓ સાથે અફેર હોવાની શંકા હતી અને આ શંકાને કારણે એસિડ એટેક થયો હતો

સુરત તા.૧૩ :  સુરતની ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ એટેકની ચોંકાવનારી ઘટના બની છે. તેમા જબરદસ્ત દાઝેલી મહિલાને સારવાર માટે મોકલવામાં આવી છે. આ બનાવના કારણે કોર્ટમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સુરત ડિસ્ટ્રિક્ટ સર્વિસ હોલના પાંચમાં માળ પર આ ઘટના બની હતી. અહીં દંપતી છૂટાછેડાના કેસની ચર્ચા કરવા માટે આવ્યા હતા. પોલીસે એસિડ એટેક કરનારા સામે કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ છુટાછેડાના કેસ માટે આવેલાં વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યું હતું. જે બાદ તેણે પર ઝેર ગટગટાવી લીધુ હતું. બન્નેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

 

પાંચ મહિના પહેલા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એસિડ એટેકની ઘટના બની હતી. સામાન્ય રીતે પુરુષો દ્વારા મહિલાઓ પર એસિડ એટેકની ફરિયાદો નોંધાતી હોય છે, પરંતુ આ કિસ્સામાં પત્નીએ તેના પતિ પર એસિડ ફેંક્યો હતો. આરોપી મહિલાને તેના પતિ પર અન્ય મહિલાઓ સાથે અફેર હોવાની શંકા હતી અને આ શંકાને કારણે એસિડ એટેક થયો હતો. પતિને શરીરના નીચેના ભાગમાં ગંભીર દાઝી જવાની ઇજાઓ થઈ હતી. સેટેલાઇટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી.

(5:01 PM IST)