<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

કોંગ્રેસે આદિવાસી સમાજને માત્ર 'વોટ બેન્ક' તરીકે વાપર્યો:નેત્રંગમાં હર્ષ સંઘવીનો વિરોધ પક્ષની વૉટ બેન્કની રાજનીતિ પર પ્રહાર

આપ' અને કોંગ્રેસ જેવા પક્ષોને ડર છે કે જો આદિવાસી વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક જેવી સુવિધાઓ આવશે, તો તેમની ખોટી માહિતી ફેલાવવાની દુકાનો બંધ થઈ જશે

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં 'આદિવાસી ગૌરવ સંમેલન'નું ભવ્ય આયોજન થયું હતું. હજારોની જનમેદનીને સંબોધતા હર્ષ સંઘવીએ આદિવાસી સમાજના શૌર્ય અને બલિદાનને સ્મરણ કરીને બિરદાવ્યું હતું.

આદિવાસી સમાજના શૌર્ય અને વિરાસતને યાદ કરીને હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભૃગુઋષિની પવિત્ર ભૂમિ ભરૂચ અને આદિવાસી સમાજનો વારસો વર્ષો જૂનો છે. ઇતિહાસ સાક્ષી છે કે, આદિવાસી ભાઈઓએ ક્યારેય વિદેશી તાકાતો સામે માથું ઝુકાવ્યું નથી.

સોમનાથની રક્ષા કાજે વેગડા ભીલનું બલિદાન હોય કે 1857નો વિપ્લવ, આદિવાસી રાજાઓ અને વીરોએ હંમેશા માતૃભૂમિની રક્ષા કરી છે. ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500 ભીલોની શહાદત આ માટીમાં આજે પણ શૌર્યની મહેક ફેલાવે છે.

 

નાયબ મુખ્યમંત્રીએ વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, વર્ષો સુધી કોંગ્રેસે આદિવાસી સમાજને માત્ર 'વોટ બેન્ક' તરીકે વાપર્યો છે. સોશિયલ મીડિયાના યુગમાં સમાજના ભાગલા પાડનારા તત્વોને આદિવાસીઓની ઉન્નતિ પચતી નથી.

'આપ' અને કોંગ્રેસ જેવા પક્ષોને ડર છે કે, જો આદિવાસી વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક જેવી સુવિધાઓ આવશે, તો તેમની ખોટી માહિતી ફેલાવવાની દુકાનો બંધ થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના નેતૃત્વમાં 2014 પછી આવેલા પરિવર્તનની વાત કરતા તેમણે જણાવ્યું કે, અંબાજી થી ઉમરગામ સુધી વિકાસની હારમાળા સર્જાઈ છે. પીએમ આવાસ, ઘરે ઘરે શૌચાલય, હર ઘર નલ સે જલ અને ખેડૂતોને વાર્ષિક 6000ની સહાય જેવી યોજનાઓ સીધી લાભાર્થીઓ સુધી પહોંચી છે.

(7:13 PM IST)