તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
ઘરેલૂ LPG સબંધિત મદદ માટે ટેલિફોન નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ પર સંપર્ક કરી શકાશે
રાજ્યમાં પેટ્રોલ,ડીઝલ તથા એલ.પી.જી નો પુરતો જથ્થો ઉપલબ્ધ : એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકીંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં ૪૫ દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના

અમદાવાદ :ઘરેલુ ઉપયોગ માટે LPG ના બફર સ્ટોકમાં દિન પ્રતિદિન સુધારો થઈ રહેલ છે. ભારત સરકાર દ્વારા LPGના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવેલ છે.
ઘરેલુ LPG ઉપરાંત ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વધારાની વ્યવસ્થા પણ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી રહેલ છે.
ગ્રામીણ વિસ્તાર
ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પત્ર ક્રમાંક: M-11021(16)/1/2026-PNG, તા.૧૨/૦૩/૨૦૨૬ થી હાલમાં પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય (Geo-Political) પરિસ્થિતિમાં બળતણ અને ઉર્જા પુરવઠાને જાળવી રાખવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને ગ્રામ્ય વિસ્તારમાં LPG ઉપરાંત, વધારાનો ૧૪૫૨ KL કેરોસીનનો જથ્થો ઘરેલૂ બળતણ માટે ફાળવવામાં આવ્યો છે. આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા (Cooking) અને પ્રકાશ (Lighting) માટે કરવાનો રહેશે.
રાજ્યના ગ્રામીણ વિસ્તારના પરીવારોને તેમજ શિક્ષણ અને આરોગ્યની સંસ્થાઓને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જેની કાર્યપધ્ધતિ નીચે મુજબ રહેશે.
1. કેંન્દ્ર સરકારે ફાળવેલ ૧૪૫૨ KL માથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક ૩૬ KL (36 હજાર લીટર ) ની ફાળવણી કરવામા આવશે.
2. ઉપરોક્ત કેરોસીનના જથ્થામાથી પરીવાર દીઠ ૫ (પાંચ) લીટર તથા સંસ્થા દીઠ ૨૫ (પચ્ચીસ) લીટર ફાળવણી કલેક્ટરશ્રી કરી શકશે.
3. કેરોસીનના વિતરણમા નીચે મુજબ પ્રાથમિકતા આપવામાં આવશે.
· ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ.
· શાળા હોસ્ટેલોમાં રહેતા બાળકો અને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ.
· રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્નક્ષેત્રો અને અન્ય સેવાકીય સંસ્થાઓ.
· બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત મજૂર વર્ગની ભોજન તૈયારીના હેતુ માટે.
· અન્ય સરકારી કે ખાનગી સામાજિક સંસ્થાઓ જે બળતણ માટે સંપૂર્ણપણે LPG પર આધારિત છે.
શહેરી વિસ્તાર
ગુજરાત રાજ્યમાં PNG નું વિસ્તૃત નેટવર્ક ઉપલબ્ધ છે. PNG નો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. PNGના ઉપયોગની સૌ પ્રથમ પ્રાથમિકતા છે. ઘરેલૂ ઉપરાંત Commercial ઉપયોગ બાધિત કરેલ નથી. જેથી ઘરેલૂ તેમજ Commercial LPG ગ્રાહકો PNGનું કનેક્શન મેળવી શકે છે.
v રાજ્યના નાગરીકોને સાંપ્રત પરિસ્થિતિમાં નીચે મુજબના સૂચનો કરવામાં આવે છે.
· રાજ્યમાં પેટ્રોલ,ડીઝલ તથા એલ.પી.જી નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે
· એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકીંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં ૪૫ દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના આપવામાં આવેલ છે. જેથી ગ્રાહકો દ્વારા સૂચવેલ સમયમર્યાદા પહેલાં બિનજરૂરી ઓનલાઇન બુકીંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય.
· રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યાં સુધી કુકરનો ઉપયોગ કરવો, કઠોળને પલાળીને બાફવા જેવી કાર્યક્ષમ રાંધણ પધ્ધતિ અપનાવવી. તેમજ વૈકલ્પિક ઉર્જાસ્ત્રોત તરીકે સોલર કુકર વિગેરેનો ઉપયોગ વધારી શકાય.
· ઘરમાં ઉર્જાની બચત માટે AC નુ ટેમ્પરેચર ૨પ સેલ્સીયસ કે તેથી વધુ રાખવામાં આવે તે ઇચ્છનીય છે.
· વધુમાં રાજ્ય સરકાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પેટ્રોલ તથા ડીઝલની મહત્તમ બચત થાય તે માટે બને ત્યા સુધી પબ્લીક ટ્રાન્સ્પોર્ટનો, ભાગીદારીમાં મુસાફરીનો ઉપયોગ કરવો ઈચ્છનીય છે.
· ઘરેલૂ LPG સબંધિત મદદ માટે ટેલિફોન નંબર -૦૭૯-૦૨૩૨-૫૨૬૮૦ પર સંપર્ક કરી શકાશે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
