<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ઈડર ગઢના ડુંગર પર આગ લાગતા 12 કલાકમાં લગભગ 27 હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો

ઈડરના ત્રણ અને હિંમતનગરના ફાયર ફાયટર્સે કલાકો સુધી મહેનત કરીને આગ પર નિયંત્રણ મેળવ્યું. ફાયર ટીમના 20 કર્મચારીઓએ 12 કલાક ખડે પગે રહી આગ બુઝાવવાની કામગીરી પૂર્ણ કરી.

સાબરકાંઠાના ઈડર ગઢના ડુંગર પર લાગેલી આગ કલાકોની મહેનત બાદ કાબૂમાં આવી છે. ફાયર વિભાગે આ આગ બુઝાવવા માટે 12 કલાકમાં લગભગ 27 હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. ઈડરના ત્રણ અને હિંમતનગરના ફાયર ફાયટર્સે કલાકો સુધી મહેનત કરીને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું . ફાયર ટીમના 20 કર્મચારીઓએ 12 કલાક ખડે પગે રહી આગ બુઝાવવાની કામગીરી પૂર્ણ કરી હતી  આગના કારણે ડુંગર પરના આકાશી દ્રશ્યો નજરે પડ્યા હતા , જેનાથી સ્થળની તીવ્રતા અને જોખમ સ્પષ્ટ થયું. વારંવાર આગ લાગતા ડુંગર પર રહેલા વન્યજીવો પર ગંભીર ખતરો ઊભો થઈ રહ્યો છે. વનપ્રેમીઓ અને સ્થાનિકોએ આગના આ બનાવને લઇ ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે આવનારા સમયમાં વારંવાર આવી ઘટના ડુંગર પરના પર્યાવરણ અને પ્રાણીઓ માટે જોખમી બની શકે છે.

(10:27 PM IST)