તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 14th March 2026
રાજયમાં કાળઝાળ ગરમીથી થોડી રાહત :મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નીચે
આગામી ત્રણ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રીનો ઘટાડો મહત્તમ તાપમાનમાં જોવા મળી શકે

અમદાવાદ :કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી હતી. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નીચે રહેતા ગરમીનો પ્રકોપ મહદઅંશે ઘટ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રીનો ઘટાડો મહત્તમ તાપમાનમાં જોવા મળી શકે છે. આજે 39.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદમાં 39.5 ડિગ્રી મહત્તમ અને 21.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જ્યારે લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ દરમિયાન કોઇ મોટો ફેરફાર જોવા મળશે નથી. આગામી 18 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં માવઠાની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થઇ શકે છે.
આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 39.8 ડિગ્રી, અમદાવાદામં 39.5, સુરતમાં 39.3, વડોદરામાં 39.2, ડીસામાં 39, અમરેલીમાં 38.9, સુરેન્દ્રનગરમાં 38.8, વલ્લભ વિદ્યાનગરમાં 38.7, કેશોદમાં 38.6, ભુજમાં 38.4, ભાવનગરમાં 38.2, ગાંધીનગરમાં 38, મહુવામાં 37.4, કંડલા પોર્ટમાં 36.8, પોરબંદરમાં 36.7, નલિયામાં 35, ઓખામાં 31.3, વેરાવળમાં 31.1, દ્વારકામાં 29.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 16.4 ડિગ્રી, કેશોદમાં 18.8, પોરબંદરમાં 19.7, વડોદરામાં 20.2, ડીસામાં 20.2, મહુવામાં 20.5, અમરેલીમાં 21, ગાંધીનગરમાં 21, કંડલા પોર્ટમાં 21, રાજકોટમાં 21.2, અમદાવાદમાં 21.7, સુરતમાં 21.8, વેરાવળમાં 21.9, સુરેન્દ્રનગરમાં 22.2, ભુજમાં 22.2, ઓખામાં 22.4, વલ્લભ વિદ્યાનગરમાં 22.8, ભાવનગરમાં 23, દ્વારકામાં 23.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(1:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
