News of Saturday, 14th March 2026
ખાદ્ય તેલના ભાવોમાં તીવ્ર ઉછાળો:સીંગતેલ, કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ સહિતના વિવિધ તેલોના ભાવમાં વધારો
અમદાવાદ ખાતે 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના ભાવ રૂપિયા 2900 અને 3100 વચ્ચે રહ્યા

અમદાવાદ :ખાદ્ય તેલના ભાવોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. સીંગતેલ, કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ સહિતના વિવિધ તેલોની જાતોના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્ય છે.
અમદાવાદ ખાતે 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના ભાવ રૂપિયા 2900 અને 3100 વચ્ચે રહ્યા હતા. જે આજે 15 કિલોમાં રૂપિયા 100નો ભાવ વધારો થયો છે. જ્યારે સિંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 100 વધીને રૂપિયા 2800 રહ્યા હતા.
માલની વિગતભાવ (રૂપિયા.)માલની વિગતભાવ (રૂપિયા.)સીંગતેલ (જુનો ડબ્બો) (15 kg)—પામોલીન (નવો ડબ્બો) (15 kg)2300સીંગતેલ (નવો ડબ્બો) (15 kg)2500 - 3100કોપરેલ5100સીંગતેલ (નવો ડબ્બો) (15 liter)2400વનસ્પતિ2000 - 2300કપાસીયા (જુનો ડબ્બો) (15 kg)—સરસીયું (મોળું)2400કપાસીયા (નવો ડબ્બો) (15 kg)2350 - 2550સરસીયું (તીખું)2550રાઈસ બ્રાન તેલ (15 liter)2290સનફ્લાવર તેલ (15 liter)2550સોયાબીન (નવો ડબ્બો) (15 kg)2540મકાઈ તેલ (15 liter)2300દિવેલ2200કપાસીયા તેલ (5 liter)750 - 780પામોલીન (જુનો ડબ્બો) (15 kg)—સીંગતેલ (5 liter)510 - 530
અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2350, ઊંચામાં રૂપિયા 2550 રહ્યાં હતા. કપાસીયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 50 વધ્યો છે. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 80 વધી રૂપિયા 2580 હતો. દિવેલનો ભાવ રૂપિયા 50 વધી રૂપિયા 2200 રહ્યો હતો.
જ્યારે સનફ્લાવ તેલનો 15 લીટર ડબ્બો રૂપિયા 50 વધી રૂપિયા 2550 રહ્યો છે. જ્યારે અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 100 વધી 2300 હતો. કોપરેટ રૂપિયા 5100, સરસીયુ મોળું રૂપિયા 2400 અને સરસીયુ તીખુ રૂપિયા 2550 રહ્યા હતા.
15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 50 વધી રૂપિયા 2500, મકાઈતેલ 15 લીટરમાં રૂપિયા 2150, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 30 વધી 750થી રૂપિયા 780 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 20 વધી 910થી રૂપિયા 930 વચ્ચે કામકાજ ધરાવતા હતા.
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
