તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
બુધ-ગુરૂ છુટાછવાયા માવઠાની સંભાવનાઃ અશોકભાઈ પટેલ
હીટવેવમાંથી રાહતઃ વિવિધ ફોરકાસ્ટ મોડેલ મુજબ તા.૧૮, ૧૯ માર્ચ આસપાસ છુટાછવાયો કમોસમી વરસાદ પડી શકે

રાજકોટઃ આગામી તા.૧૮, ૧૯ માર્ચ (બુધ-ગુરૂ)ના છુટાછવાયા સ્થળોએ માવઠાની સંભાવના હોવાનું જાણીતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં હીટ વેવમાંથી રાહત જોવા મળી છે. ૧૭ માર્ચ સુધ મહત્તમ તાપમાન ૩૭.૫ થી ૩૯.૫ ડગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠારૂપી વરસાદની શક્યતા છે. વરસાદની શક્યતા કેવી રીતે વિકસી રહી છે તે જોવા માટે નીચે ECMWF અને NOMAD GFS મોડેલના વરસાદના ફોરકાસ્ટ નકશા આપવામાં આવ્યા છે. માવઠા અંગેની વધુ અપડેટ આગામી તા.૧૬ માર્ચ સોમવારે અપાશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભા પટેલે જણાવ્યું છે.
ગઈકાલે તા.૧૩ માર્ચ ૨૦૨૬ના નોંધપાત્ર મહત્તમ તાપમાના આંકડા આ મુજબ છે. રાજકોટ૩૯.૮ ડીગ્રી (સામાન્ય કરતાં ૪.૪ ડીગ્રી વધુ), અમદાવાદ ૩૯.૫ ડીગ્રી (સામાન્ય કરતાં ૪.૪ ડીગ્રી વધુ), સુરત ૩૯.૩ ડીગ્રી (સામાન્ય કરતાં ૪.૪ ડીગ્રી વધુ), વડોદરા ૩૯.૨ ડીગ્રી (સામાન્ય કરતાં ૩.૪ ડીગ્રી વધુ), ડીસા ૩૯.૦ ડીગ્રી (સામાન્ય કરતાં ૪.૪ ડીગ્રીવધુ), અમરેલી ૩૮.૯ ડીગ્રી (સામાન્ય કરતાં ૩ ડીગ્રી વધુ), ભુજ ૩૮.૪ ડીગ્રી (સામાન્ય કરતાં ૩.૫ ડીગ્રી વધુ) નોંધાયેલ.(૪૦.૪૧)
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
