તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
૨૦-વર્ષથી વોન્ટેડ અપરાધી ફિરોઝખાનને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ વેશપલટો કરી ઉપાડી લાવી
બે દશકાથી સગીરાના અપહરણ સહિત સંખ્યાબંધ ગુન્હાનો મૂળ યુપીનો આરોપી સીબીઆઇ બેક ગ્રાઉન્ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારના વિશેષ અભિયાન અંતર્ગત આખરે સકંજામાં ઉત્તરપ્રદેશ કનેક્શન ધરાવતા ફિરોઝખાનને પકડવા વડોદરા ક્રાઈમ બ્રાંચ ટીમ મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ડિલિવરી બોય, અને ટ્રાન્સપોર્ટ ચાલક પણ બન્યાઃ પીઆઇ એચ.ડી. તુવર અને પીએસઆઇ બી.એસ. વાળા સહિતના સ્ટાફની કાબિલેદાદ કામગીરી જોઇન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, ડીસીપી હિમાંશુ કુમાર વર્મા, ઇન્ચાર્જ એસપી ડી.જે. ચાવડાના માર્ગદર્શનમાં જેમના નેતૃત્વ હેઠળની ટીમે અશકયને શકય બનાવ્યું તેવા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર જી.જાડેજા અકિલા સમક્ષ આખા ઓપરેશનની ભીતરી કથા વર્ણવે છે

રાજકોટ, તા.૧૪: વડોદરાના વિવિધ વિસ્તારમાં સગીરાના અપહરણ સહિત સંખ્યાબંધ ગુન્હાઓમાં સંડોવાયેલ ૨૦ વર્ષથી વોન્ટેડ મૂળ ઉતરપ્રદેશના ફિરોઝખાનને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના વસઈ, વિરાર વિસ્તારમાંથી ફૂડ ડિલવરી બોય, ટ્રાન્સપોર્ટ ચાલક જેવા વેશ ધારણ કરી વડોદરા ક્રાઈમ બ્રાંચ ટીમ ઉઠાવી લાવી છે.
નો ડ્રગ્સ ઈન વડોદરા સાથે નો વોન્ટેડ ઇન વડોદરા જેવું અભિયાન સીબીઆઇ બેક ગ્રાઉન્ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર દ્વારા શરૂ કરી જેની વિશેષ જવાબદારી ક્રાઇમ બ્રાન્ચના નવ નિયુકત જોઇન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયા અને ડીસીપી હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ એસીપી ડી જે ચાવડાના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર જી.જાડેજા અને એચ. ડી તુવર અને પીએસઆઇ બી.એસ. વાળા સહિતના સ્ટાફને સુપ્રત થતા આ ટીમ દ્વારા અશકયને શકાય બનાવી દેવાતા પોલીસ કમિશનર દ્વારા આખી ટીમને બિરદાવવામાં આવેલ.
આ સમગ્ર ઓપરેશનની ઝીણવટભરી વિગતો અકિલા સમક્ષ રજૂ કરતા ટીમનું નેતળત્વ સંભાળનાર પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.જાડેજાએ જણાવ્યું હતું કે,
આરોપીને શોધી કાઢવા પોલીસે કરેલ કાર્યવાહીઃ આ સગીરાના અપહરણના ગુનામાં હાલ પકડાયેલ આરોપી ફિરોજખાન પઠાણનાએ આ સને ૨૦૦૬ માં ગુનો રજીસ્ટર થતા આ આરોપી આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા ફરાર થઇ ગયેલ અને ગુનાની તપાસ દરમ્યાન આરોપી મળી નહી આવતા આરોપીને નાસતો ફરતો જાહેર કરવામાં આવેલ. આ આરોપી વીસ વર્ષથી નાસતો ફરતો હોય આ આરોપીને શોધી કાઢવા માટે કાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા ત્રણ માસથી ટેકનીકલ અને હ્યુમન સોર્સ દ્વારા કામગીરી ચાલુ કરેલ. આ તપાસ દરમ્યાન આ આરોપી મહારાષ્ટ્ર રાજ્યના વસઇ વિરાર વિસ્તારમાં હોવાની માહિતી મળેલ.
આ વસઇ વિરાર વિસ્તાર ખુબ ગીચ ઓફિસ અને ઔધોગીક વસાહતવાળો હોય. જેથી કાઇમ બ્રાન્ચની ટીમ વસઇ વિરાર ખાતે જઇ આ આરોપીને શોધી કાઢવા માટે પ્રથમ તેને ઓળખવો ખુબ જરૂરી હોય અને આ માટે તેમણે ખુબ ટેકનીકલ મહેનત કરેલી પરંતુ અન્ય ઓળખ માટે કોઇ પુરાવા મળેલ નહી.
જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં સ્થળ ઉપર જઇ અને ગ્રાઉન્ડ લેવલથી જ કાર્યવાહી કરવાનુ નક્કી કર્યું જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરાથી વિરાર ઇસ્ટ ખાતે જઇ વિસ્તારની ભૌગોલીક સ્થિતી જોઇ કંઇ રીતે આગળનો ટાસ્ક નક્કી કરવો તે બાબતે આગળનો પ્લાન નક્કી કર્યો.
આ આરોપીના મોઢા ઉપર એક મસો અને તેને ગુટખા ખાવાની ટેવ હતી. ક્રાઇમ બ્રાન્ચ પાસે પ્રાથમીક લેવલે એટલી જ માહિતી હતી આ માહિતી આધારે તેમણે આખી કામગીરી સફળ બનાવવાની હતી.
આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની ઓફિસો અને વાહનોની અવરજવર ખુબ રહેતી હોય જેથી પોલીસની ઓળખ છતી ન થાય તે માટે લોકલ પહેરવેશમાં ફરવુ ખુબ જરૂરી હતુ માટે ટ્રાન્સપોર્ટ-ડ્રાઇવર, ફુડ ડીલીવરી બોય અને ગ્રાહકનો વેશ ધારણ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી ખાનગી રાહે રેકી કરેલી. આ રેકીના આધારે આરોપીની ઓળખ થયેલી અને ત્યારબાદ યોગ્ય સમયની રાહ જોઇ અને નાસતો ફરતો આરોપી વિરાર ઇસ્ટ વિસ્તારમાં ઇન્ફિનીટી સ્ક્વેયર નામની બિલ્ડીંગમા સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનુ શોધી કાઢી આ ૨૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને ટીમે આબાદ રીતે પકડી પાડયો.
સારી કામગીરી કરનાર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓઃ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી.જાડેજા, પીઆઇ એચ.ડી. તુવર, પીએસઆઇ બી.એસ.વાળા તથા ટીમના હમીરભાઇ, બહાદુરસિંહ, દેવેંદ્રસિંહ, શક્તિસિંહ, ગોકળભાઇ, સરેશભાઇ, કલ્પલ્પેશભાઇ, નિધીબેન.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
