<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

વિધાનસભામાં અધ્‍યક્ષ લાલઘૂમ : પ્રશ્નો પૂછીને ગેરહાજર રહેતા ધારાસભ્‍યોને ખખડાવ્‍યા

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર : વર્તમાન બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અલગ-અલગ વિભાગોને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, જેમાં ખાસ કરીને ધારાસભ્‍યો પોતાના વિસ્‍તારના વિકાસકાર્યો અંગે સરકાર પાસે જવાબ માંગતા હોય છે. જોકે, આ સત્રમાં એક ગંભીર બાબત સામે આવી છે.

અત્‍યારે વિધાનસભામાં અનેક મહત્‍વના પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે, પરંતુ નોંધનીય છે કે જે ધારાસભ્‍યોએ પ્રશ્નો પૂછયા હોય છે, તેઓ પોતે જ પ્રશ્નોત્તરી દરમિયાન ગળહમાં હાજર રહેતા નથી. ધારાસભ્‍યોની આ બિનજવાબદારીભરી વર્તણૂકને કારણે ગળહની કામગીરી પર અસર પડી રહી છે.

આ ગંભીર બેદરકારીને પગલે વિધાનસભાના અધ્‍યક્ષે આજે આકરી નારાજગી વ્‍યક્‍ત કરી હતી. તેમણે લાલ આંખ કરતા તમામ પક્ષના દંડકને કડક સૂચના આપી છે કે, જે ધારાસભ્‍યોએ પ્રશ્નો પૂછયા હોય તેમણે પ્રશ્નોત્તરી દરમિયાન ગળહમાં ફરજિયાત હાજર રહેવું પડશે. અધ્‍યક્ષે સ્‍પષ્ટ કર્યું હતું કે આવી શિસ્‍તહીનતા ચલાવી લેવામાં આવશે નહીં. 

(2:48 PM IST)