<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

વડોદરાના પોઇચા ગામે મહી નદી ઉપર રૂ.૩૪૯ કરોડના ખર્ચે તૈયાર થનાર વિયરનું કામ પ્રગતિમાં : આ વિયરનું નિર્માણ થવાથી આજુબાજુની અંદાજે ૨૯ હજાર એકર જમીનને સિંચાઈના લાભની સાથે આ વિસ્તારમાં જળસ્તર ઉંચા આવશે : જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ

૧૪ કિલોમીટર સુધી પાણી ભરાવાથી વડોદરા,ખેડા અને આણંદ જિલ્લામાં જળસ્તર ઉંચા આવશે‌ અને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે : સિંચાઇ વિસ્તારમાં વધારો થાય અને ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવે તેવા હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જળ સંચયના અનેક પ્રકલ્પો

અમદાવાદ તા.૧૪ : રાજ્યમાં સિંચાઇ વિસ્તારમાં વધારો થાય અને ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવે તેવા હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જળ સંચયના અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે વડોદરાના પોઇચા ગામે મહી નદી ઉપર રૂ.૩૪૯ કરોડના ખર્ચે તૈયાર થનાર વિયરનું કામ પ્રગતિમાં છે.

આ વિયરનું નિર્માણ થવાથી

આજુબાજુની અંદાજે ૨૯ હજાર એકર જમીનને સિંચાઈના લાભની સાથે આ વિસ્તારમાં જળસ્તર ઉંચા આવશે‌ તેમ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી  ઈશ્વરસિંહ પટેલે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું.

જળ સંપત્તિ મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું કે, આ વિયરની લંબાઈ ૬૭ મીટર અને ઉંચાઈ ૧૧ મીટરની રહેશે. વિયર તૈયાર થવાથી તેના પાછળના ભાગે ૧૪ કિલોમીટર સુધી પાણી ભરાવાથી વડોદરા,ખેડા અને આણંદ જિલ્લામાં જળસ્તર ઉંચા આવશે‌ અને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે.

(3:33 PM IST)