News of Saturday, 14th March 2026
ગુજરાત બજેટઃ છેવાડાના માનવી માટે ‘સશક્તીકરણનો સૂર્યોદય'
સામાજિક ન્યાય વિભાગનું રૂ.૧૫,૨૫૪ કરોડનું મેગા બજેટઃ શિષ્યવૃત્તિમાં આવક મર્યાદા હવે રૂ.૬ લાખઃ દીકરીઓના શિક્ષણ-લગ્ન માટે સરકારની ‘ઢાલ': કન્યાઓ માટે શૈક્ષણિક લોન માત્ર ૩.૫% વ્યાજે, મામેરું યોજનામાં કરોડોની લહાણીઃ ડો.પ્રદ્યુમન વાજા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતા એક ઐતિહાસિક અને સર્વસમાવેશી બજેટની જાહેરાત કરી છે. ‘સહાયથી સશક્તીકરણ' ના મંત્ર સાથે સરકારે અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને લઘુમતી સમુદાયના ઉત્કર્ષ માટે રૂ.૧૫,૨૫૪.૪૭ કરોડની ફાળવણી કરી છે. આ બજેટમાં સૌથી મોટો નિર્ણય શિષ્યવૃત્તિની આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખથી વધારીને રૂ.૬ લાખ કરવાનો લેવાયો છે, જે મધ્યમ વર્ગના હજારો પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
બજેટના 'પંચામૃત' જેવા ૫ મુખ્ય આકર્ષણોઃ ૧.પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખથી વધારીને રૂ.૬ લાખ કરાઈ, ૨.વિદેશ અભ્યાસ લોન વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ માટે રૂ.૧૫ લાખની લોન (કુલ રૂ.૧૩૫ કરોડ)., ૩. શૈક્ષણિક વ્યાજદર કન્યાઓ માટે લોન દર માત્ર ૩.૫% અને કુમારો માટે ૪%, નિભાવ ગ્રાન્ટ છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે માસિક સહાય રૂ.૨૧૬૦ થી વધીને રૂ.૨૫૦૦., ડિજિટલ શાસન આવકના દાખલા મેળવવા ધક્કા બંધ; હવે સીધા WhatsApp પર મળશે.
અંત્યોદયનો સંકલ્પઃ આવાસ અને દિવ્યાંગોની દરકાર સરકારે ગરીબ પરિવારોને છત આપવા માટે પંડિત દીનદયાળ અને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ કુલ રૂ.૩૭૫ કરોડ ફાળવ્યા છે. દિવ્યાંગો માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી ‘જોયસ્ટિક વ્હીલચેર' આપવાની નવી પહેલ કરી છે. આ ઉપરાંત, દીકરીઓના લગ્ન પ્રસંગે અપાતી ‘કુંવરબાઈનું મામેરું' યોજના માટે રૂ.૧૦૨ કરોડની જોગવાઈ કરી સામાજિક સુરક્ષા સુનિヘતિ કરી છે.
નશામુક્તિ અને સ્મારકઃ વડોદરામાં ડો. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં ‘સંકલ્પભૂમિ સ્મારક' માટે રૂ.૨૮.૪૭ કરોડ ફાળવાયા છે, જે યુવા પેઢી માટે પ્રેરણાષોત બનશે. સાથે જ, રાજ્યને નશામુક્ત બનાવવા તમામ ૩૪ જિલ્લા હોસ્પિટલોમાં નવા ડી-એડિક્શન સેન્ટર્સ કાર્યરત કરવામાં આવશે
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
