તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
1 એપ્રિલથી FSSAIના નવા નિયમો અમલમાં: અમદાવાદના 50 હજાર સ્ટ્રીટ ફૂડ વેન્ડરનો બનશે ડિજિટલ નકશો
નવા નિયમો અનુસાર ફૂડ બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1.5 કરોડ સુધી હોય તો માત્ર સામાન્ય નોંધણી કરાવવી પડશે. રૂ. 1.5 કરોડથી 50 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ સ્ટેટ લાઈસન્સ લેવું પડશે, જ્યારે રૂ. 50 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વ્યવસાય માટે સેન્ટ્રલ લાઈસન્સ ફરજિયાત રહેશે. અમદાવાદમાં અંદાજે 70 હજાર જેટલા ફૂડ બિઝનેસ કાર્યરત હોવાનું માનવામાં આવે છે.

અમદાવાદ: Food Safety and Standards Authority of India (FSSAI) દ્વારા બનાવાયેલા નવા નિયમોનો 1 એપ્રિલથી અમલ શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે ખાણીપીણીના ધંધામાં ગુણવત્તા અને સ્વચ્છતા પર વધુ કડક નિયંત્રણ આવશે. અમદાવાદ શહેરમાં નાના સ્ટ્રીટ ફૂડ વેન્ડર અને લારી-ગલ્લાવાળાઓ પર ડિજિટલ દેખરેખ રાખવા માટે લગભગ 50 હજાર એકમોનો ડિજિટલ નકશો તૈયાર કરવામાં આવશે.
માહિતી મુજબ માણેકચોકથી લો ગાર્ડન સુધીના વિસ્તારોમાં કાર્યરત લારી-ગલ્લાવાળાઓ સહિત શહેરભરના સ્ટ્રીટ ફૂડ વેચાણકારોની નોંધણી કરાશે. જેના આધારે મનપા અને ફૂડ સેફ્ટી વિભાગ પાસે શહેરમાં કાર્યરત તમામ ખાણીપીણીના વ્યવસાયોની ચોક્કસ માહિતી ઉપલબ્ધ થશે.
નવા નિયમો અનુસાર ફૂડ બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1.5 કરોડ સુધી હોય તો માત્ર સામાન્ય નોંધણી કરાવવી પડશે. રૂ. 1.5 કરોડથી 50 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ સ્ટેટ લાઈસન્સ લેવું પડશે, જ્યારે રૂ. 50 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વ્યવસાય માટે સેન્ટ્રલ લાઈસન્સ ફરજિયાત રહેશે. અમદાવાદમાં અંદાજે 70 હજાર જેટલા ફૂડ બિઝનેસ કાર્યરત હોવાનું માનવામાં આવે છે.
અત્યાર સુધી શહેરમાં કેટલા લારી-ગલ્લા છે, તેઓ ક્યાં ઉભા રહે છે અને શું વેચે છે તેની સચોટ માહિતી ઉપલબ્ધ નહોતી. નવી નોંધણી પ્રક્રિયા પછી દરેક વેચાણકારનું સ્થાન, પ્રકાર અને વેચાતા ખાદ્ય પદાર્થોની વિગત સાથે ડિજિટલ ડેટાબેઝ તૈયાર થશે, જેના કારણે ચેકિંગ અને નિરીક્ષણ વધુ અસરકારક બનશે.
ફૂડ ક્ષેત્રના જાણકારોના મતે નવા નિયમો ગ્રાહકો માટે લાભદાયી સાબિત થશે. વધુ ફૂડ બિઝનેસ કાયદેસર નોંધાયેલા બનશે અને ખોરાકની ગુણવત્તા તેમજ સ્વચ્છતા પર સખત નિયંત્રણ રહેશે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
