તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
પ્રાંતિજના સાદોલીયા પુલના છેડે રેતી હેરફેર કરતા ત્રણ ડમ્પર ટ્રકો વચ્ચે અકસ્માત: ડમ્પર ચાલક અને ક્લીનરનુ ઘટના સ્થળે જ મોત
ભારે વાહનોની અવરજવર બંધ કરાવવા લગાવેલ લોખંડના હેવી ગડર સાથે અકસ્માત: બીજા બે ડમ્પર ટ્રક તેની પાછળ અથડાતા સર્જાયો વિચિત્ર અકસ્માત: અર્ધ તૂટેલી લોખંડની હેવી ગડર જ ભારે વાહન માટે મોતનું કારણ બની

સાબરકાંઠાના પ્રાંતિજના સાદોલીયા પુલના છેડે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં બે લોકોના કરૂણમોત થયા છે, રાત્રી દરમિયાન રેતી હેરફેર કરતા ત્રણ ડમ્પર ટ્રકો વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. બાબરીયા વીરના મંદીર નજીક અકસ્માત સર્જાયો હતો .
ભારે વાહનોની અવરજવર બંધ કરાવવા લગાવેલ લોખંડના હેવી ગડર સાથે અકસ્માત થયો હતો . હેવી ગડર સાથે અથડાતા ડમ્પર ચાલક અને ક્લીનરનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. બીજા બે ડમ્પર ટ્રક તેની પાછળ અથડાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો ભારે વાહનોની ગેરકાયદે અવરજવર રોકવા માટે લગાવેલા હેવી ગડર ફ્રેમને તોડી નાંખી હતી. અર્ધ તૂટેલી લોખંડની હેવી ગડર જ ભારે વાહન માટે મોતનું કારણ બની હતી.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
