તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
નવસારીના છાપરા રોડ પર કારચાલકે મોપેડને અડફેટે લીધો : ઇજાગ્રસ્તને માર મારી મોબાઈલ-પર્સ ઝૂંટવ્યાનો આક્ષેપ
કારચાલકે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ પહોંચાડવાને બદલે મારપીટ શરૂ કરી :યુવકનું પર્સ અને મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધા હોવાના ગંભીર આક્ષેપો

નવસારી શહેરના છાપરા રોડ પર રવિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વેગનઆર કારચાલકે મોપેડ સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવક રોડ પર પટકાયો હતો, પરંતુ નવાઈની વાત એ છે કે મદદ કરવાને બદલે કારચાલકે યુવક સાથે મારામારી કરી લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ થયો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, છાપરા રોડ પરથી પસાર થઈ રહેલી વેગનઆર કારના ચાલક સાથે વળાંકમાં અચાનક મોપેડે ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ યુવક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. સદનસીબે, કારનું પાછળનું ટાયર યુવકના માથા પરથી પસાર થતા રહી ગયું હતું, જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો. જોકે, પડવાને કારણે તેને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સામાન્ય રીતે અકસ્માત બાદ લોકો મદદ માટે દોડતા હોય છે, પરંતુ અહીં કારચાલકે ઉદ્ધતાઈની હદ વટાવી દીધી હતી. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ પહોંચાડવાને બદલે કારચાલકે તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આટલું જ નહીં, યુવકનું પર્સ અને મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
