<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

આઈપીએસ અધિકારી વિકાસ યાદવની ગુજરાતના રાજ્યપાલના એડીસી તરીકે નિમણૂક

તેઓ મહીસાગર જિલ્લાના સંતરામપુર ડિવિઝનના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, ૨૦૨૩ની બેચના અધિકારી છે

રાજકોટ: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર, ગુજરાત કેડરના જીજે:૨૦૨૩ બેચના આઈપીએસ અધિકારી શ્રી વિકાસ યાદવની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. 

તેઓ અત્યાર સુધી મહીસાગર જિલ્લાના સંતરામપુર ડિવિઝનમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હવે તેમને ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલશ્રીના ખાલી પડેલા એક્સ-કેડર એડીસી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેમની આ નિમણૂક આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ગ્રેડમાં જ રહેશે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા આ આદેશ જારી કરાયો છે, 

(3:07 PM IST)