<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ માળખાની જાહેરાત : ગણપતસિંહ વસાવાએ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી સાથેની ચર્ચા બાદ ૨૧ નવા પદાધિકારીઓની કરી વરણી

વડોદરા, સુરત, તાપી અને દાહોદ સહિતના જિલ્લાઓને મળ્યું પ્રતિનિધિત્વ: ઉપાધ્યક્ષ, મહામંત્રી અને મંત્રી પદ પર કર્મઠ કાર્યકરોની પસંદગી કરીને આદિવાસી પટ્ટામાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પક્ષનો નિર્ધાર

ગાંધીનગર:ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવા દ્વારા સંગઠનાત્મક નિમણૂંકોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદિશભાઇ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પક્ષના મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે આદિજાતિ મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામ જાહેર કરાયા છે.
નવી નિમણૂંક પામેલા પદાધિકારીઓની યાદી નીચે મુજબ છે:
પ્રદેશ ઉપાધ્યક્ષ
 * ગોવિંદભાઈ ગેમાભાઈ રાઠવા (છોટાઉદેપુર)
 * રાકેશભાઈ અરવિંદભાઈ પટેલ (સુરત)
 * સુકિર્તીબેન મહેશભાઇ તડવી (વડોદરા)
 * ધવલભાઈ વિજયસિંહ ચૌધરી (તાપી)
 * દિનેશભાઇ રવજીભાઈ વસાવા (ભરૂચ)
 * સુહાગભાઈ પદ્મકાંતભાઈ પાડવી (તાપી)
 * પ્રફુલભાઈ દલસિંગભાઇ ડામોર (દાહોદ)
 * અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ કોટવાલ (સાબરકાંઠા)
 * મહેન્દ્રભાઈ મણીભાઈ ચૌધરી (વલસાડ)
 * શીતલકુમારી ભાવસિંહ વાઘેલા (દાહોદ)
પ્રદેશ મહામંત્રી
 * કૈવલભાઇ અનિલભાઈ જોષીયારા (અરવલ્લી)
 * જીતેશભાઈ નાનુભાઇ તડવી (નર્મદા)
પ્રદેશ મંત્રી
 * હિરાભાઇ અર્જુનભાઈ રાઉત (ડાંગ)
 * શ્રીમતી દિપ્તીબેન પરેશભાઈ પટેલ (નવસારી)
 * મોહિતકુમાર રમણભાઇ પટેલ - હળપતિ (નવસારી)
 * રોહિતભાઈ રામુભાઇ ગામીત (તાપી)
 * ડૉ. સંજયકુમાર બાબુલાલ પારગી (મહિસાગર)
 * માધુભાઈ ચેનાભાઈ ધ્રાંગી (બનાસકાંઠા)
 * વિલાસભાઈ નવીનભાઈ ઠાકરીયા - વારલી (વલસાડ)
અન્ય મહત્વના હોદ્દા
 * પ્રદેશ કોષાધ્યક્ષ: નરસિંહ વિરસિંહ ભુરીયા (પંચમહાલ)
 * પ્રદેશ કાર્યાલય મંત્રી: રોહિતકુમાર લક્ષ્મણભાઈ દામા (ગાંધીનગર શહેર)
આ જાહેરાતની નકલ પ્રદેશ અધ્યક્ષ જગદિશભાઇ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજીને રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રીઓ પ્રશાંતભાઈ કોરાટ, અનિરૂધ્ધભાઇ દવે, અજયભાઇ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રભારી શ્રીમતી ગીતાબેન રાઠવાને પણ જાણ કરવામાં આવી છે.

(8:39 PM IST)