<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો :હજુ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે: જાણો આજે ક્યાં શહેરમાં કેટલું તાપમાન નોંધાયું

18 માર્ચથી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા તથા કચ્છમાં હળવો વરસાદ શરૂ થશે:19 માર્ચથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. આ પ્રકારનું વાતાવરણ આગામી 17 માર્ચ સુધી જોવા મળશે. જોકે 18થી 20 માર્ચ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આજે 39.2 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 38.4 ડિગ્રી મહત્તમ તાપમાન અને 23.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગની નવી આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં આગામી 7 દિવસ સુધી કોઈ મોટો ફેરફાર નહીં થાય. વરસાદની વાત કરીએ તો, 18 માર્ચથી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા તથા કચ્છમાં હળવો વરસાદ શરૂ થશે. ખાસ કરીને 19 માર્ચના રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત (સુરત, ભરૂચ, વડોદરા સહિત) અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે. ત્યારબાદ 20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર સહિત કચ્છમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જ્યારે બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું થવા લાગશે.

આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 39.2, ડિગ્રી, અમદાવાદમાં 38.4, સુરેન્દ્રનગરમાં 38.3, ભુજમાં 38, ગાંધીનગરમાં 37.9, ડીસામાં 37, સુરતમાં 37, કેશોદમાં 36.6, વડોદરામાં 36.5, નલિયામાં 36.4, વલ્લભ વિદ્યાનગરમાં 35.9, ભાવનગરમાં 35.3, કંડલા પોર્ટમાં 34.8, મહુવામાં 34.2, પોરબંદરમાં 32.9, ઓખામાં 31.2, વેરાવળમાં 31.2, દ્વારકામાં 29.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો મહુવામાં 17.5 ડિગ્રી, અમરેલીમાં 18.2, કેશોદમાં 20.6 પોરબંદરમાં 21, રાજકોટમાં 21.2, વડોદરામાં 21.2, નલિયામાં 21.2, વલ્લભ વિદ્યાનગરમાં 21.4, સુરેન્દ્રનગરમાં 21.5, ડીસામાં 21.6, કંડલા પોર્ટમાં 22, ભુજમાં 22.3, ભાવનગરમાં 22.4, ગાંધીનગરમાં 22.8, વેરાવળમાં 22.9, અમદાવાદમાં 23.4, ઓખામાં 23.4, દ્વારકામાં 24.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(10:34 PM IST)