News of Monday, 16th March 2026
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં સેવાયજ્ઞ : 5,100 દીકરીઓને શિક્ષણ માટે રૂ.3.50 કરોડની સહાયના ચેક અર્પણ
રૂ. 1.25 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નોટબુકનું વિતરણ કરાયું :મંત્રીના 72માં જન્મદિન નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગ પણ થશે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 15 હજારથી વધુ લોકોની હાજરી

સુરત : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં સેવાનો મહાકુંભ જોવા મળ્યો છે. જે હેઠળ 5,100 દીકરીઓને શિક્ષણ માટે કુલ રૂ. 3.50 કરોડની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. રૂ. 1.25 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નોટબુકનું વિતરણ કરાયું. આ નિમિત્તે સાંસદ મુકેશ દલાલ અને મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા દીકરીઓના શિક્ષણ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મંત્રીના 72માં જન્મદિન નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગ પણ થશે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 15 હજારથી વધુ લોકોની હાજરી જોવા મળી હતી
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
