તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
કિંજલ રબારીની 'ઘર વાપસી' બાદ હવે ચૌધરી સમાજ મેદાનમાં :રબારી યુવક સાથે ભાગેલી દીકરી પરત મેળવવા રૂણી ગામમાં બેઠક બોલાવી
રૂની ગામની ચૌધરી સમાજની દીકરી ઘરમાંથી દાગીના લઈને ગાયબ થઈ ગઈ જેને ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ

ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારી પોતાના માતા-પિતાના ઘરે પરત ફરતા તેના ચૌધરી યુવક સાથેના આંતરજ્ઞાતિય લગ્નને લઈને ઉભો થયેલો વિવાદ ભલે સમી ગયો હોય, પરંતુ હવે રબારી સમાજના યુવકો અન્ય સમાજની યુવતીઓને ભગાડી ગયા હોય તેઓ પોતાની દીકરી પરત મેળવવા માટે આગળ આવી રહ્યા છે.
રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની બેઠક બાદ લોકગાયિકા કિંજલ રબારીને તેના પરિવારને પરત સોંપી દેવામાં આવી છે. એવામાં હવે ચૌધરી આગેવાનો પણ પોતાના સમાજની દીકરીને રબારી યુવક ભગાડી ગયો હતો, તો તેને પરત સોંપે તેવી માંગ કરી રહ્યા છે.
હકીકતમાં રૂની ગામની ચૌધરી સમાજની દીકરી ઘરમાંથી દાગીના લઈને ગાયબ થઈ ગઈ હતી. જેને ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આ મામલે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી દીકરી પરત નથી મળી. એવામાં હવે દીકરીના પિતાએ પોતાની દીકરીને સન્માનપૂર્વક પરત આપવા માટે રબારી સમાજને વિનંતી કરી છે.
આ સંદર્ભે આગામી 18 માર્ચના રોજ ભાભર તાલુકના રૂણી ગામમાં આવેલા શક્તિ મંદિરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમસ્ત ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં રબારી સમાજમાં ગયેલી ચૌધરીની દીકરીને પરત લાવવા માટેના નિર્ણય અંગે ચર્ચા કરવામાં આવવાની છે.
આવી રીતે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામની પાટીદાર સમાજની યુવતીએ પણ પિયુષ રબારી નામના યુવક સાથે ભાગીને લગ્ન કરતા વિવાદ ચગ્યો છે. દીકરીની માતાએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને રબારી સમાજ અને ઠાકરશીને પોતાની દીકરી હેમખેમ પરત આપવા માટે વિનંતી કરી છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
