<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ડાંગમાં 311 મંદિરો બાદ હવે 1111 હનુમાનજી ભવન નિર્માણનો મહાસંકલ્પ : સુરતમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં અભિવાદન સમારોહ

પદ્મશ્રી ગોવિંદ ધોળકિયા અને દાતાઓનું ભવ્ય સન્માન :ડાંગના અંતરિયાળ ગામડાઓમાં અત્યાર સુધી 175 મંદિરોનું નિર્માણ પૂર્ણ :ભારતીય સંસ્કૃતિના જતન માટે હવે 1111 મંદિરો બનાવવાનો નવો લક્ષ્યાંક

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ભારતીય સંસ્કૃતિના જતન અને આસ્થાના પ્રસાર માટે એક અભૂતપૂર્વ અભિયાન ચાલી રહ્યું છે. આ ડાંગ હનુમાન ટેમ્પલ સંકલ્પને પ્રોત્સાહન આપવા માટે સુરતના વરિયાવ ખાતે એક ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતની સર્વોચ્ચ હસ્તીઓએ હાજરી આપીને આ સેવાકાર્યને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ડાંગના અંતરિયાળ ગામોમાં ૩૧૧ હનુમાનજી મંદિરોના નિર્માણનો સંકલ્પ લેનાર પદ્મશ્રી ગોવિંદ ધોળકિયા અને અન્ય દાતાશ્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

ડાંગના આદિવાસી વિસ્તારોમાં સંસ્કૃતિના જતન માટે હનુમાનજી ભવન અને કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 175જેટલા મંદિરોનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિની હાજરીમાં આ અભિયાનને વધુ વેગ આપવા માટે હવે 1111 મંદિરો બનાવવાનો નવો અને વિશાળ સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ દ્વારા ડાંગના ગામડાઓમાં માત્ર મંદિરો જ નહીં, પરંતુ સામાજિક એકતાના કેન્દ્રો પણ ઊભા થઈ રહ્યા છે. પદ્મશ્રી ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી આસ્થા અને સંસ્કારો પહોંચાડવાનો છે. આ આગામી સમયમાં ડાંગની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવશે.

(1:22 AM IST)