તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ હવે ‘માવઠા'નો મારઃ ૨૦થી વધુ જિલ્લામાં ૩ દિવસ કમોસમી વરસાદનું એલર્ટ
ભારે પવન અને ગાજવીજ સાથે વાતાવરણમાં આવશે પલટોઃ જગતના તાતની ચિતામાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ હીટ વેવનો પ્રકોપ સહન કર્યા બાદ હવે નાગરિકોએ કમોસમી વરસાદનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના ૨૦થી વધુ જિલ્લાઓમાં માવઠું પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ પલટાને કારણે ગરમીમાં આંશિક રાહત મળશે અને તાપમાનનો પારો ૪ થી ૫ ડિગ્રી જેટલો નીચે ઉતરી શકે છે.
આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ‘આફત' સમાન સાબિત થઈ શકે છે. હાલમાં ખેતરોમાં ઘઉં, જીરું, વરિયાળી અને ચણા જેવા રવિ પાકની લણણી ચાલી રહી છે, ત્યારે વરસાદ પડવાથી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. તંત્ર દ્વારા ખેડૂતોને પોતાનો તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અને એપીએમસી (APMC) માર્કેટ યાર્ડોમાં અનાજનો જથ્થો ઢાંકીને રાખવા સૂચના આપવામાં આવી છે.
કયા જિલ્લામાં વરસાદની વધુ શક્યતા?
સૌરાષ્ટ્ર-કચ્છઃ જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી અને કચ્છ.
ઉત્તર ગુજરાતઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા.
દક્ષિણ-મધ્ય ગુજરાતઃ સુરત, વડોદરા, ભરૂચ અને આણંદ.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
