<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ગુજરાત ફાર્મસી કાઉન્‍સિલ દ્વારા રાજકોટ ખાતે રીજીયોનલ સેન્‍ટરનો પ્રારંભ

સૌરાષ્‍ટ્રના ફાર્માસીસ્‍ટોને હવે અમદાવાદના ધક્કામાંથી મુકિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસો.ની રજુઆતોનું હકારાત્‍મક પરિણામઃ બન્ને પ્રમુખો મયુરસિંહ જાડેજા અને ભરતભાઇ પટેલ દ્વારા સરાહનીય કામગીરીઃ બી.કે. મોદી ફાર્મસી કોલેજ ખાતે ગુજરાતના પ્રથમ રીજીયોનલ સેન્‍ટરનો પ્રારંભ

રાજકોટ, તા.૧૪: સમાજનું અભિન્‍ન અંગ ગણાતા સોૈરાષ્‍ટ્રના હજજારો ફાર્માસીસ્‍ટોને હવે ફાર્મસી કાઉન્‍સિલને લગતા નાના-મોટા કામ સબબ અમદાવાદ  સુધી લાંબુ નહીં થવું પડે. ગુજરાત સ્‍ટેટ ફાર્મસી કાઉન્‍સિલ દ્વારા રાજકોટની બી.કે. મોદી ફાર્મસી કોલેજ, આજી ડેમ ચોકડી પાસે, જી.આઇ.ડી.સી. આતે ગુજરાતના પ્રથમ રીજીયોનલ હેલ્‍પ સેન્‍ટરનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. ફાર્માસીસ્‍ટોનું રીન્‍યુઅલ, રજીસ્‍ટ્રેશન, સંબંધિત દસ્‍તાવેજો, સર્ટીકિટસ, રીફ્રેસરકોર્ષ, જરૂરી ફી ની ચુકવણી, ઓનલાઇન પ્રોસીજર સહિતની ઉપયોગી કામગીરી હેલ્‍પસેન્‍ટર ઉપરથી કરવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે.

રીજીયોનલ હેલ્‍પ સેન્‍ટરના ઉદ્‌ધાટન પ્રસંગે ઓલ ઇન્‍ડિયા, ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગસ્‍ટ્‍સના ઉપપ્રમુખ, સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસો, અને કેમીસ્‍ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા, ગુજરાત સ્‍ટેટ ફાર્મસી કાઉન્‍સિલના પ્રમુખ શ્રી ભરતભાઇ પટેલ (વિજાપુર), ટેકિનકલ એજયુકેશન કમિશનર ડો. બી. એચ. તલાટી,

ફાર્મસી કાઉન્‍સીલના ઉપપ્રમુખ શ્રી કશ્‍યપભાઇ પટેલ, એકઝીકયુટીવ કાઉન્‍સીલ મેમ્‍બર શ્રી રસીકભાઇ પટેલ, કાનસીલ મેમ્‍બર શ્રી સત્‍યેનભાઇ પટેલ, ફાર્મસી  કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના મેમ્‍બર અને બી.કે. મોદી સરકારી ફાર્મસી કોલેજના આચાર્ય ડો. અશ્વીનભાઇ દુધરેજીયા સહીતના મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્‍લા ઘણા સમયથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટ એન્‍ડ ડ્રગીસ્‍ટ એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષભાઇ દેસાઇના ેનેજા હેઠળ ગુજરાત સ્‍ટેટ ફાર્મસી કાઉન્‍સીલનું રીજીયોનલ સેન્‍ટર રાજકોટ ખાતે શરૂ કરવા માટે સતત પ્રયત્‍નો થઇ રહયા હતા.

સંદર્ભે ફાર્મસી કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના પ્રમુખશ્રી મોન્‍ટુકુમાર પટેલ અને ઉપપ્રમુખ જશુભાઇ ચૌધરીના સહયોગથી ગુજરાત સ્‍ટેટ ફાર્મસી કાઉન્‍સીલના પ્રમુખ ભરતભાઇ પટેલ દ્વારા કાઉન્‍સીલ આપના દ્વારે સુત્રને સાર્થક કરતી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

(11:23 AM IST)