<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો

જો કમોસમી માવઠું થાય તો મહુડાના ફૂલ તેમજ કેરીના પાકને નુકસાન થવાની શક્યતા:ખેડૂતોમાં ચિંતા ફેલાઈ

પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સવારથી જ આકાશમાં ચોમાસાની ઋતુ જેવી ઘનઘોર વાદળછાયા જોવા મળી રહી છે. ઠંડાગાર પવનના સુસવાટા સાથે સમગ્ર વિસ્તારમાં વાદળો છવાઈ ગયા હોવાથી ઉનાળાની વચ્ચે જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કમોસમી માવઠું થાય તો મહુડાના ફૂલ તેમજ કેરીના પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે

(11:28 AM IST)