<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

અમદાવાદના ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ

ઓવરબ્રિજના બાકીના બે સ્પાન તોડવાની કામગીરીમાં વિલંબ થતા આસપાસના દુકાનદારો અને વેપારીઓએ આજે બંધ પાળીને વિરોધ નોંધાવ્યો

અમદાવાદ શહેરના ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે..ઓવરબ્રિજના બાકીના બે સ્પાન તોડવાની કામગીરીમાં વિલંબ થતા આસપાસના દુકાનદારો અને વેપારીઓએ આજે બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબના કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી છે અને દિવસ રાત બ્રિજના કાટમાળમાંથી ધૂળ ઉડે છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારની આડાશ કરી નથી. બ્રિજના કાટમાળથી ઉડતી ધૂળ સુધી લોકો સુધી પહોંચે છે. વેપારીઓની માગણી છે કે ઝડપથી બ્રિજ તોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે.

 

(12:00 PM IST)