<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

સુરત ખાતે ઉદ્યોગપતિ નિલેશભાઈ કુંભાણીના કાર્યાલયે ગુજરાત નિયંત્રિત બજાર સંઘના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત

(દિપક કનૈયા દ્વારા) બાબરાઃ રાજુલા પંથકના અગ્રણી અને ઉદ્યોગપતિ નિલેશભાઈ કુંભાણીના સુરત સ્‍થિત કાર્યાલય ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ, અમદાવાદના ચેરમેન તથા સહકારી ક્ષેત્રના યુવા નેતા જીજ્ઞેશભાઈ એમ. પટેલે સૌજન્‍ય મુલાકાત લીધી હતી.  કુંભાણીએ જણાવ્‍યું હતું કે જીજ્ઞેશભાઈ સાથેની મુલાકાત હંમેશા ઉર્જાસભર અને સકારાત્‍મક અનુભવ રહે છે. તેમણે ભૂતકાળમાં રાજુલા માર્કેટિંગ યાર્ડ તથા રાજુલા તાલુકા સંઘના પ્રમુખ તરીકે કાર્યક્ષમતા સાબિત કરી છે. હાલમાં તેઓ રાજ્‍ય કક્ષાએ ખેડૂતો અને સહકારી ક્ષેત્રના વિકાસ માટે જવાબદારી નિભાવતા જોવા મળે છે. આ પ્રસંગે હાર્દિક કોટડીયા (રાજુલા પટેલ સમાજ પ્રમુખ) , શરદભાઈ આંદાણી(સામાજિક આગેવાન), ધર્મેશ ચોવટિયા (મંત્રી, રાજુલા પટેલ સમાજ) બાલુભાઈ વેકરીયા (ઉપપ્રમુખ, રાજુલા પટેલ સમાજ) , જીગ્નેશભાઈ કુંભાણી, અરવિંદભાઈ અકાળા, નીતિનભાઈ જ્‍યાંની, ભૌતિક વસોયા અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:16 PM IST)