<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ખજૂરભાઈ ફરી વિવાદમાં આવ્યા : લાલા આહિરે બન્ને ભાઈઓ પર ગંભીર આરોપો લગાવ્યા : જાહેરમાં વરઘોડો કાઢવા માંગણી

સમાધાન માટે સાવરકુંડલા નજીક અવાવરુ જગ્યાએ બોલાવ્યા બાદ નીતિન જાનીના માણસ ગણાતા 'યુવરાજ' અને અન્ય 10 થી 12 લોકોએ 3 ગાડીઓ ભરીને આવી તેમની મહિન્દ્રા થાર પર હુમલો કર્યો

અમદાવાદ :સોશિયલ મીડિયા પર જાણીતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ અને તેમના ભાઈ તરુણ જાની ફરી વિવાદમાં આવ્યા છે,રાજકોટના ખોખલદળ ગામના લાલા આહિર નામના વ્યક્તિએ આ બંને ભાઈઓ પર ગંભીર આરોપો લગાવતો એક વિડિયો વાયરલ કર્યો છે જેમાં તેણે પોતાની ગાડીમાં થયેલી તોડફોડ પણ દર્શાવી છે.

લાલા આહિરના જણાવ્યા અનુસાર, તેમને સમાધાન માટે સાવરકુંડલા નજીક એક અવાવરુ જગ્યાએ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં નીતિન જાનીના માણસ ગણાતા 'યુવરાજ' અને અન્ય 10 થી 12 લોકોએ 3 ગાડીઓ ભરીને આવી તેમની મહિન્દ્રા થાર પર હુમલો કર્યો હતો. 

આક્ષેપ મુજબ, સાવરકુંડલામાં થયેલી આ બેઠક દરમિયાન ભારે બોલાચાલી થઈ હતી અને લાલા આહિર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી.

 

લાલા આહિરે રોષ ઠાલવતા કહ્યું કે, "નીતિન જાની 5 લોકોનું સારું કરે છે પણ 10 લોકોનું કામ ખરાબ કરે છે." તેમણે બંને ભાઈઓનો જાહેરમાં વરઘોડો કાઢવાની પણ માગણી કરી છે.

 

અગાઉ સપોર્ટ કરનાર લાલા આહિર હવે નીતિન જાનીના કડક વિરોધી બન્યા છે. જોકે, આ મામલે હજુ સુધી નીતિન જાની કે તેમની ટીમ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

(1:24 PM IST)