તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
વડોદરાના પાદરાના ડભાસ ગામના એક 25 વર્ષીય યુવકે મહલી કેનાલમાં કૂદીને જીવ દીધો
મૃતક યુવક અતુલભાઈ રવજીભાઈ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ચામડીની બીમારીથી પીડાતો હતો અને તેનાથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ

વડોદરાના પાદરા તાલુકાના ડભાસ ગામના એક 25 વર્ષીય યુવકે મહલી કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૃતક યુવક અતુલભાઈ રવજીભાઈ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ચામડીની બીમારીથી પીડાતો હતો અને તેનાથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
ડભાસ ગામનો રહેવાસી અતુલ ઠાકોર પોતાની સાયકલ લઈને મહલી કેનાલ પાસે પહોંચ્યો હતો. ત્યાં તેણે કેનાલના કિનારે પોતાની સાયકલ, મોબાઈલ ફોન અને હેન્ડગ્લોવ્સ વસ્થિત રીતે મૂક્યા હતા અને ત્યારબાદ કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું.
ઘટનાની જાણ થતા જ મકરપુરા GIDC ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પાદરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવકની બીમારી જ તેના આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે, જોકે અન્ય પાસાઓ પર પણ તપાસ ચાલુ છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
