News of Monday, 16th March 2026
વડતાલ સંસ્થાની સેવાને બિરદાવતા મંત્રી રમણભાઈઃ વડતાલધામ સર્કલનું લોકાર્પણ

નડીયાદઃ ગઈકાલે વડતાલધામ સર્કલનું લોકાર્પણ, વડતાલના આચાર્યશ્રી અને ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ અને કમલેશભાઈની ઉપસ્થિતિ થયેલ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ઉદઘાટન થયું હતું, જેમા શ્રી રમણભાઈ સોલંકી કેબિનેટ મંત્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો શ્રી કમલેશભાઈ પટેલ રાજ્ય મંત્રીશ્રી નાણા, પોલીસ હાઉસીંગ, જેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાઃ સાથે સાથે સાસંદશ્રી મિતેશભાઈ પટેલ , વિપુલભાઈ પટેલ ધારાસભ્ય, યોગેશભાઈ બાપજી ધારાસભ્ય, વિપુલભાઈ પટેલ અમૂલ પૂર્વ ચેરમેન, તેજસભાઈ પટેલ - કેડીસીસી બેંક, સંજય પટેલ ભાજપ જીલ્લા પ્રમુખ, હસમુખભાઈ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ સહુને હૃદયપૂર્વક આશીર્વાદ પાઠવ્યા હતાં.. ડો.સંત સ્વામી વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કરેલ. કરીને કાર્યકર્તાઓ અને શ્રી મહેશભાઈ સોલંકી - સરપંચ, બાંધણી,શ્રી દેવેન્દ્રભાઈ પટેલ - હરિમંડપ, બાંધણી વગેરે સેવકોને શુભેચ્છા પાઠવી હતી અને સરકારનો આભાર માન્યો હતો. તારાપુર ચોકડથ વડતાલધામ જવાના માર્ર્ગે વડતાલધામથી ૧૦ કિમી દૂર સર્કલ નિર્માણમાં સીમેન્ટ રેતી કપચીનો ઉપયોગ થયો છે.. ૨૦ૅ ૨૦ જગ્યામાં વીસ ફૂટ ઉંચુ મંદિર બનાવવામાં આવ્યું છે..સ્થાપત્યની દ્રષ્ટિએ કપડવંજના મુસ્લિમ કારીગરોએ કલાત્મક મંદિર બનાવ્યું છે. સર્કલની ચારે તરફ કોર્નર પર પણ નવ ફુટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે..જે ઓરીસાના કારીગરોએ ફાયબરથી બનાવી છે.બગીચામા નયનરમ્ય પુષ્પના છોડ પણ જોવા મળે છે. આ સમગ્ર સ્થાપત્ય નક્શાઓ ગોકુલધામ નાર દ્વારા બનાવવામાં આવ્યા હતા. એક વર્ષમાં સર્કલ તૈયાર કરવામાં આવ્યું છે તેને જાળવવાની જવાબદારી સરપંચશ્રી મહેશભાઈએ સંભાળી છે શ્રી મોહનપ્રસાદદાસજી સ્વામી ગોકુલધામ નારશ્રી ડો.સંતવલ્લભદાસજી સ્વામી, ચેરમેન, વડતાલ શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી, વડતાલ શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામીઃ સ.મ.પ્ર. વડતાલ, શ્રી ગોવિદપ્રસાદદાસજી સ્વામી, મેતપુરવાળા, શ્રી શુકદેવપ્રસાદદાસજીઃગોકુલધામ નાર, શ્રીવલ્લભદાસજી સ્વામીઃ વડતાલધામ, શ્રી વિવેકસાગરદાસજી સ્વામી સાળંગપુરધામઃ શાસ્ત્રી સત્સંગભૂષણ સ્વામી આણંદ વગેરે સંતો સાથે આસપાસના ગામડાઓના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી - નાર અને નિકિત પટેલ વગેરેએ યુવાનોએ કર્યું હતું.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
