તા. ૧૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૮ મંગળવાર
News of Monday, 16th March 2026
ગેસની કટોકટી, રાજસ્થાનની ગેંગ નકલી પોલીસ બની વેપારી પાસેથી ૫૦ હાજર પડાવેલ, અંતે અસલી પોલીસના પંજામાં
નકલી CBI અધિકારી, નકલી IT અધિકારીઓ, મહાનુભાવોના કાર્યાલયના નકલી અધિકારીઓ બનવાનો સિલસિલો ગુજરાતમાં આગળ વધે તે પહેલાં સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહ, એસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શનમાં સુરત ગ્રામ્ય LCB PI રાજેશ ભટોળ ટીમની જાગૃતિથી પર્દાફાશ થયો ગુજરાતમાં કયા કયા ગેસ સંચાલકો પાસેથી આ આંતરરાજ્ય ગેંગ દ્વારા નાણાં પડાવ્યા છે તે માટે આગવી ઢબની પૂછપરછ

રાજકોટ તા.૧૬: નકલી પોલીસ અધિકારીઓ, સીબીઆઈ અધિકારીઓ, મહાનુભાવોના અંગત અધિકારીઓ, ib અધિકારીઓ, ઇન્કમટેક્સ અધિકારીઓ બનવાની સંખ્યામાં એક વધુ ઘટના પ્રકાશમાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને ગેસ સમયસર ઝડપી મળી રહે તે માટે સુરત રેંજના આઇજીપી પ્રેમવીરસિહ અને સુરત રૂરલ એસપી રાજેશ ગઢિયા દ્વારા સ્થાનિક પોલીસ, LCB અને sog સહિત ટીમો કામે લગાડી છે, આ પરિસ્થિત અંતર્ગત કેટલાક નકલી પોલીસ અધિકારી બની ગેસ એજન્સીઓના માલિકને ડરાવી ધમકાવી મીડીયા મારફત બદનામ કરી રહ્યાનું બહાર આવતા સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ LCB/ SOG પોલીસ બની રૂપિયા ૫૦ ૦૦૦/ નો તોડ કરનાર ગેંગને અસલી LCB ટીમે ઝડપી લીધેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના આ ઘટના થોડા દિવસો પહેલા બારડોલી તાલુકાના વાંકાનેર ગામની હદમાં બની હતી. ભારત ગેસ એજન્સીનો એક ટેમ્પો ગ્રાહકોને સિલિન્ડર આપવા જઈ રહ્યો હતો, ત્યારે કાળા કલરની સ્કોર્પિયો કારમાં આવેલા કેટલાક શખ્સોએ તેને આંતર્યો હતો.આ શખ્સોએ ગેસ એજન્સીના માલિકને ફોન કરીને રુઆબભેર કહ્યું કે તેઓ LCB અને SOG ટીમમાંથી કિરણભાઈ બોલે છે અને એજન્સી કાળા બજારમાં ગેસના બાટલા વેચે છે. તેમણે ટેમ્પો પકડ્યો હોવાનું જણાવી, વીડિયો ઉતારી પોલીસ કેસ કરવાની અને મીડિયામાં આપી એજન્સી બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આ રીતે તેમણે બળજબરીથી ૫૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા. ગેસ એજન્સીને આ બાબત જાણ થતા સુરત જિલ્લાના બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંઘ્યો હતો અને તાત્કાલિક જાણ દક્ષિણ ગુજરાત ના સુરત રેન્જ IG પ્રેમવીરસિંહ અને SP રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડ સક્રિય થઈ હતી. પોલીસને બાતમી મળી હતી કે આ નકલી પોલીસ ની ગેંગ મોતા ગામની હદમાં એકલવ્ય સ્કૂલ નજીક નહેર પાસે કાળી અને સફેદ સ્કોર્પિયો સાથે ઉભી છે. ત્યારે અસલી પોલીસે તાત્કાલિક રેડ કરીને નકલી પોલીસની આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓ સલીમ મેહર, ઉમરસખીર કલર અને યાસીન કલરને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય મૂળ રાજસ્થાનના ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય મૂળ રાજસ્થાનના જોધપુરના વતની છે અને હાલ સુરત-તાપીમાં રહે છે. પોલીસે તેમની પાસેથી બે સ્કોર્પિયો કાર, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ૩૦ લાખ ૫૧ હજાર ૬૭૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે ગેસના બાટલાની અછતનો ફાયદો ઉઠાવી તેમણે આ ગુનો કર્યો હતો. તેઓ પૈસાના ભાગલા પાડવા ભેગા થયા હતા ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયા. આ ગેંગનો વધુ એક સાગરીત સિકંદર કલર હજુ વોન્ટેડ છે. અસલી પોલીસ હવે આ નકલી પોલીસે અગાઉ સુરત જિલ્લા કે અન્ય જગ્યા પર અન્ય કોઈ સરકારી વિભાગની ઓળખ આપીને અન્ય વેપારીઓ કે નાગરિકો પાસેથી નાણાં પડાવ્યા છે કે કેમએ દિશામાં તપાસ કરી રહી છે
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
