News of Monday, 16th March 2026
ઘરેલુ ગેસ પૂરતો ઉપલબ્ધઃ ધંધાકીય હેતુ માટે PNG સંસ્થાઓ માટે અલાયદી વ્યવસ્થા
પ્રવર્તમાન સંજોગોમાં રાંઘણગેસ, કેરોસીનની વ્યવસ્થા કરતી સરકારઃ ગેસ એજન્સીઓ પર મહેસુલી એન પોલીસ સ્ટાફ ખડેપગે પખવાડિયામાં નવા ૩પ૦૪ કોમર્શીયલ PNG જોડાણ અપાયાઃ હોસ્પિટલો, શાળા-કોલેજો, અન્નક્ષેત્ર, વૃધ્ધાશ્રમો બાટલા ફાળવવા અલગ-અલગ મર્યાદા નકકી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ તા.૧૬, રાજયમાં એલપીજીનો વિતરણ અંગેની વ્યવસ્થા સુચારૂ રૂપે ચાલુ રહે તે માટે સરકારે વિવિધ પગલા ભર્યા છે.
(૧) રાજયમાં દ્યરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટેનો પી.એન.જી.નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજયમાં તા. ૦૧-૦૩-૨૦૨૬ થી આજ દિન સુધી કુલ - ૩૫૦૪ પીએનજી કનેકશન આપવામાં આવેલ છે.
(૨) રાજયમાં હાલ ઘરેલું એલપીજી સિલિન્ડર માટે બફર સ્ટોક પુરતો પ્રમાણમાં ઉપલબ્ધ છે તથા દ્યરેલું એલપીજી રીફિલ આપવામાં કોઇ પ્રશ્ન નથી વધુમાં એલપીજીનાં બફર સ્ટોકમાં સતત વધારો થઇ રહેલ છે. રાજયમાં જે સ્થળોએ પીએનજી નેટવર્ક નથી તે સ્થળોએ કોમર્શિયલ એલપીજીનાં ર૦%ની મર્યાદામાં નિયત એલપીજી રીફીલ ફાળવવા સુચના આપવામાં આવેલ છે.હોસ્પિટલ, શૈક્ષિક સંસ્થાઓને ૧૦૦ ટકા, દવા ઉદ્યોગ, રેલ્વે ........ વગેરે ૭૦ ટકા તથા કોર્પોરેટ કેન્ટીંગ, ગેસ હાઉસ્, રેસ્ટોરન્ટ વગેરે માટે ર૦ ટકા ફાળવણી નિયત કરાયેલ છે.
(૧) ખાનગી તથા સરકારી હોસ્પિટલો ૧૦૦% મુજબ,(૨) શૈક્ષણિક સંસ્થાઓ ૧૦૦% મુજબ તથા(૩) રજીસ્ટર્ડ વૃધ્ધાશ્રમો, અનાથ આશ્રમો, અંધજન મંડળો જેવી સંસ્થાઓને એલ.પી.જી. ફાળવી આપવા જણાવેલ હતું તે ઉપરાંત હવે નીચે મુજબનાં કિસ્સામાં પણ બાકીનાં ઉપલબ્ધ જથ્થામાંથી ૨૦% જથ્થાની મર્યાદામાં એલ.પી.જી. ફાળવી શકાશે.(૪) જે ધાર્મિક સંસ્થાઓ છેલ્લા ઓછામાં ઓછા ૦૧ વર્ષથી ભોજનની વ્યવસ્થામાં કાર્યરત હોઇ તથા લોકોને નિયમિત ભોજન આપતી હોઇ તેનાં છેલ્લા ૦૬ માસનાં ઉપયોગને ધ્યાને લઇ ૧૦%ની મર્યાદામાં જથ્થો ફાળવી શકાશે.(૫) ઉપરોક્ત વિષયે કોમર્શીયલ એલ.પી.જી. ફાળવી આપવાનો નિર્ણય ઉપલબ્ધી અને જરૂરિયાત મુજબ ૨૦%ની મર્યાદામાં જિલ્લાની પુરવઠા સમિતી દ્વારા લેવાનો રહેશે.
(૩) હાલમાં એલ.પી.જી.નાં દ્યરેલું તથા કોમર્શિયલ વપરાશકર્તાઓને ઉપલબ્ધ પી.એન.જી. તરફ તબદીલ કરવાને પ્રાથમિકતા આપવામાં આવેલ છે. આથી આવા પીએનજી ધરાવતાં તમામ એલ.પી.જી. વપરાશકર્તાઓને બુધવાર સુધીમાં એલ.પી.જી. કનેકશન સરેન્ડર કરવાનાં રહેશે. પીએનજી કનેકશન ધરાવતાં ગ્રાહકો એલપીજી કનેકશન રાખી શકશે નહિ.
(૪) કેરોસીન ફાળવણી
ગ્રામ્ય વિસ્તારમાં એલપીજી ઉપરાંત વધારાનાં વિકલ્પ તરીકે કેન્દ્ર સરકાર તરીકે દરેક રાજયને કેરોસીનની ફાળવણી કરેલ છે.
કેન્દ્ર સરકારે ગુજરાતને ૧૪૫૨ KL ફાળવેલ છે. જે પૈકી દરેક જિલ્લાને ૩૬ KL (૩૬ હજાર લીટર) ની ફાળવણી કરવામાં આવેલ છે.
ઉપરોક્ત કેરોસીનનાં જથ્થામાંથી પરીવાર દીઠ ૫ (પાંચ) લીટર તથા સંસ્થા દીઠ ૨૫ (પચ્ચીસ) લીટર ફાળવણી કરી શકાશે. જેની જરૂરિયાત મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહેલ છે.
(૫) રાજયની તમામ જાહેરક્ષેત્રની તથા ખાનગી ક્ષેત્રની ગેસ એજન્સીઓનાં સ્થળે એક રેવન્યુ અને એક પોલીસ કર્મચારીની ટીમને પાત્ર ગ્રાહકોને સમયસર દ્યરેલું એલપીજી મળી રહે તે માટે સદ્યન મોનીટરીંગ માટે હાજર રાખવામાં આવેલ છે.
(૬) જેનાં અનુસંધાને તા. ૦૫-૦૩-૨૦૨૬ થી આજ દિન સુધી જિલ્લા કક્ષાએ તપાસ ટીમ દ્વારા કુલ - ૯૧૨ તથા રાજય કક્ષાની તપાસ ટીમ દ્રારા કુલ - ૧૭ તપાસો કરવામાં આવેલ છે. જે અન્વયે પગલાં લેવામાં આવી રહેલ છે.
(૭) એલપીજી ને લગત કોઇ પણ ફરિયાદ માટે રાજય હેલ્પ લાઇન નંબરઃ ૧૮૦૦-૨૩૩-૦૨૨૨
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
