<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ગુજરાતમાં ગેસ વિતરણમાં ગેરરીતિ કે કાળાબજાર ન થાય તે માટે પોલીસને કડક આદેશ અપાયા

નિવૃત પોલીસ અધિકારીઓના પ્રશ્નોની ચર્ચાઓ કરી, વિવિધ યુનિ ની.મુલાકાત, જેલ મુલાકાત સહિત તમામ બાબતો ડીજીપી દ્વારા અભ્‍યાસ કરાયો : સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને રેન્‍જ વડા પ્રેમવીરસિંહ સહિત અધિકારીઓ પાસેથી સુરત શહેર અને રેન્‍જની પરિસ્‍થિતિ અંગે સમીક્ષા કરી : મુખ્‍ય પોલીસ વડા ડો.કે. એલ.એન. રાવ દ્વારા પોલીસને એલર્ટ મોડમાં મુકી દેવાઈઃ લોકો ચિંતા ન કરેઃ અકિલા સાથે વિશેષ વાતચીત : સુરતનો બહોળો અનુભવ ધરાવતા પોલીસ મહાનિર્દેશકનું ડાયમંડ ઉદ્યોગ, ચેમ્‍બર સહિતની વિવિધ સંસ્‍થાઓ દ્વારા ભવ્‍યાતિ ભવ્‍ય બહુમાનઃડાયમંડ ઉદ્યોગનો અભ્‍યાસ કરી વિશેષ પુસ્‍તક લખનાર ડો ઇન્‍દુ રાવને વિશેષ નિમંત્રણ આપી વિશેષ બહુમાન કરાયું

 રાજકોટઃતા.૧૬,  પ્રવર્તમાન યુદ્ધની પરિસ્‍થિતિ અંતર્ગત ગેસ તંગીની જે અફવાઓ ચાલી રહી છે, તે મામલે કોઈ ચિંતા ન કરવા અને આખી ગુજરાત પોલીસને ગેસ પ્રશ્ને કોઈ જાતની ક્‍યાંય ગેરરીતિ કે. કાળાબજાર ન થાય તે માટે કડક સૂચના આપી હોવાનું અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

દરમિયાન પોતાની આગવી પરંપરા મુજબ  પ્રશ્નોના મૂળમાં જવા માટે જાણીતા મુખ્‍ય પોલીસ વડા ડો. કે. એલ એન. રાવ સુરત રિજિયોનલ કોન્‍ફરન્‍સ માટે સુરત પહોંચ્‍યા હતા. સુરતનો ખૂબ મોટો અનુભવ ધરાવતા આ ips સુરત આવતા ડાયમંડ ઈન્‍ડસ્‍ટ્રીઝ, ચેમ્‍બર ઓફ કોમર્સ, સહિતની વિવિધ સંસ્‍થાઓ, આ ઉપરાંત હજારો અંગદાન કરાવનાર અને દેશભરમાં જાણીતા નિલેશ મંડળીવાલા, વનિતા વિશ્રામ યુનિ.વિવિધ સંતો મહંતો વિગેરે દ્વારા ભાવભર્યું નિમંત્રણ આપી સન્‍માન કરવામાં આવેલ. સુરતના ડાયમંડ ઈન્‍ડસ્‍ટ્રીઝનો અભ્‍યાસ કરી, અભ્‍યાસ પૂર્ણ પુસ્‍તક બહાર પાડી IIM ના અભ્‍યાસક્રમ સુધી પહોંચાડનાર જાણીતા શિક્ષણવિદ અને ડીન ડો.ઇન્‍દુ રાવને વિશેષ નિમંત્રણ આપી તેમનું પણ તમામ ઉદ્યોગ, વ્‍યાપારી જગત, યુનિવર્સિટી વિગેરે સ્‍થળે ફરીથી બહુમાન કરેલ.

 જેલ મુલાકાત સહિત સંખ્‍યાબંધ સ્‍થળોની મુલાકાત લેનાર ડો કે એલ.એન.રાવે સુરત શહેર અને સાઉથ ગુજરાતની પરિસ્‍થિત અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત,   આઇજી પ્રેમવીરસિંહ સહિતના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી, ડો રાવે નિવૃત પોલીસ અધિકારીઓ સાથે વ્‍યસ્‍ત શેફયૂલ છતાં મુલાકાત લેવા સાથે તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપેલ. 

 

(3:33 PM IST)