News of Monday, 16th March 2026
ગેસની અછત વચ્ચે ગુજરાત સરકારનો નિર્ણય
રેસ્ટોરન્ટ, હોટેલને તાત્કાલીક ગેસ કનેકશન મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં ગેસ સપ્લાયની સ્થિતિ સુઢિヘત કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં PNG નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય સંસ્થાઓને તાત્કાલિક ધોરણે ગેસ કનેક્શન આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં ઘરેલુ વપરાશ માટે પૂરતો ગેસ જથ્થો હોવાનું જણાવી અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.
આ બેઠકનો મુખ્ય એજન્ડા રાજ્યમાં PNG ના નેટવર્કને વધુ વ્યાપક બનાવવાનો હતો. જે વિસ્તારોમાં પહેલેથી જ PNG નેટવર્ક ઉપલબ્ધ છે, ત્યાં હવે નવા કનેક્શન મેળવવામાં કોઈ વિલંબ થશે નહીં. મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે હોટેલ રેસ્ટોરન્ટ અને શૈક્ષણિક કે વ્યાપારી સંસ્થાઓને જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે ગેસ કનેક્શન પૂરા પાડવામાં આવે. આ નિર્ણયથી વેપારી આલમ અને સંસ્થાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
