<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ધારાસભામાં એક મંત્રી જવાબ આપતા હોય ત્‍યારે બીજા વિભાગના મંત્રીએ ન બોલવુઃ અધ્‍યક્ષની ટકોર

કોંગ્રેસના શૈલેષ પરમારે મુદો ઉઠાવતા શંકર ચોૈધરીનો પ્રતિસાદ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૬: આજે પ્રશ્નોતરી કાળ બાદ વિપક્ષના શ્રી શૈલેષભાઇ પરમારે પોઇન્‍ટ ઓફ ઓર્ડર ઉઠાવતા જણાવ્‍યુ કે વિધાનસભાના નિયમોમાં જોગવાઇ છે કે જે તે વિભાગના મંત્રી જવાબ આપતા હોય ત્‍યારે બીજા વિભાગના મંત્રી આપી  શકે નહી.

આ પોઇન્‍ટ ઓફ ઓર્ડર ઉપર વિધાનસભાના નિયમોની ચર્ચા કરવામાં આવી હતી.

ત્‍યારબાદ વિધાનસભાના અધ્‍યક્ષશ્રી શંકરભાઇ ચોૈધરીએ જણાવ્‍યુ કે શૈલેષભાઇની વાત સાચી છે. અને જરૂરી હોય ત્‍યારે મંત્રીશ્રી જવાબ આપે તે વ્‍યાજબી છે. પરંતુ આવી રીતે વનમંત્રી પ્રવિણભાઇ માળીએ બોલવુ જોઇતુ નોતુ. માત્ર અને માત્ર અનિવાર્ય હોય તો જ બોલી શકાય. વિપક્ષ દ્વારા આગ્રહ રાખ્‍યો હોય તો વાત બરાબર ગણાય.

(3:48 PM IST)