News of Monday, 16th March 2026
જૂનાગઢ-સોમનાથમાં પોલીસ ફરીયાદ નોંધાવામાં મુશ્કેલીઃ ધારાસભામાં ધારાસભ્યોનો આક્રોશ
વિમલ ચૂડાસમાએ મુદે ઉઠાવ્યોઃ ગોપાલ ઇટાલિયાએ ડો. અતુલ ચગ પ્રકરણનું ઉદાહરણ આપ્યું: મંત્રીએ આક્ષેપો નકાર્યા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર, તા.૧૬: આજે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન કોંગ્રેસના વિમલભાઇ ચુડાસમા દ્વારા સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધવામાં આવતી નથી તેના જવાબમાં ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ૩૧/૧૨/૨૫ની સ્થિતિમાં છેલ્લા બે વર્ષમાં કોઇપણ એફઆરઆઇ નથી નોંધાવામાં આવી નથી તેવું બન્યુ નથી.
આ જવાબથી સંતોષ ન થતા ગોપાલભાઇ ઇટાલીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે વિસાવદરના ડો. અતુલ ચગની ફરિયાદ લેવામાં આવી નહિ અને જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી નથી તેવા પોલીસ અધિકારી સામે ફોજદારી પગલા લેવામાં આવે. જયા ફરિયાદ લેવામાં ન આવી હોય પરિણામે કોર્ટનો આશરો લેવો પડયો.
આ પ્રશ્નના ઉતરમાં મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે આ અંગે તપાસ ચાલુ છે વિગતવાર સભ્યરીએ ટુંક સમયમાં જવાબ આપવામાં આવશે.
આ પ્રશ્ને વિસ્તૃત વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે જયારે કોગ્રીઝેબલ ગુનાની ફરીયાદજાહેર કરવામાં આવે ત્યારે તાત્કાલીક ફરીયાદ નોંધવા કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગના તા.૨૯/૫/૯૫માં પરિપત્રમાં બહાર પાડવામાં આવેલ છે. જયારે બીજો પરિપત્ર તા.૬/૨/૧૬ના રોજ બહાર પાડવામા આવેલ છે.
પોલીસ મંત્રનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીને આપી બાબતો એફઆરઆઇ નોંધવા અંગે જરૂરી સૂચના આપવામાં આવે છે. ભવિષ્યમાં આવી બાબત ન બને તે માટે પુરતી તકેદારી રાખવામાં આવે તેમ જણાવ્યુ છે. આ જવાબ બાદ ગોપાલ ઇટાલીયા અને કાંતિભાઇ ખરાડી દ્વારા એવી વાત દહોરવામાં આવી કે અમારી પણ ફરીયાદ લેવામાં આવી નથી.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
