તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
અમદાવાદના જમાલપુર-ખાડિયા અને દાણીલીમડામાં બંધ પડેલા 750 MSME યુનિટ ફરી શરૂ કરાવવા સરકારના પ્રયાસોના વખાણ
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે. જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા વિસ્તારમાં બંધ પડેલા લગભગ 750 MSME યુનિટ ફરી શરૂ કરાવવા માટે સરકારે કરેલા પ્રયાસોને લઈને તેમણે આભાર વ્યક્ત કર્યો હતો . તેમના જણાવ્યા મુજબ સરકારની પહેલથી બંધ થયેલા આ ઉદ્યોગો ફરી શરૂ થતા અંદાજે 1 લાખ લોકોને ફરી રોજગાર મળવાની શરૂઆત થઈ છે. આ દરમિયાન અધ્યક્ષે પણ નોંધ્યું કે માત્ર શાસક પક્ષના સભ્યો જ નહીં, પરંતુ વિપક્ષના સભ્યો પણ સારું કામ થાય ત્યારે સરકારના વખાણ કરી શકે છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
