News of Monday, 16th March 2026
આમલેથા વિસ્તારમાં એક્સીડન્ટ કરીને નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી તથા પેરોલ ફર્લો ટીમ નર્મદા.

(ભરત શાહ દ્વારા ) નર્મદા:આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આકસ્માત કરી ભાગી ગયેલ આરોપી છેલ્લા 9 વર્ષથી પોલીસ ની પકડ થી નાસતો ફરતો હતો. જેને LCB અને પેરોલ ફર્લો ટીમ નર્મદાએ રાજસ્થાન બાડમેર ના આરોપી ને ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા રોડ પર અકસ્માત કરીને ભાગી ગેયેલ રમેશ ગુલાબ ભીલ ને આમલેથા પોલીસ ઘણા સમયથી શોધતી હતી. તાજેતરમાં પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ દ્વારા જિલ્લામાં ગુનો કરી નાસતા ફરતા આરોપીઓ ને પકડી લાવવાની સૂચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી ચૌધરી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.આર.રાઠોડ તથા આ.પો.કો વિનોદભાઇ પરાગભાઇ નાઓને સંયુક્ત રાહે બાતમીદારથી બાતમી હકીકત મેળવેલ કે આમલેથા વિસ્તારમાં અકસ્માત કરી વોરંટનો નાસતો-ફરતો આરોપી નામે રમેશભાઇ ગુલાબરાવ ભીલ રાજસ્થાન ના બાડમેર જિલ્લાના તા.ચોટણ સાવરોલ ગામમાં રહે છે જે છેલ્લા નવ વર્ષથી ધરપકડ ટાળવા સારું નાસતો ફરતો હોય જે આજ રોજ બાડમેર ખાતે હોવાની ચોક્ક્સ બાતમી આધારે તપાસ કરતા સદર આરોપી મળી આવતા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો ટીમ દ્વારા પકડી પાડી કાયદેસર કાર્યવાહી સારૂ આમલેથા પો.સ્ટે સોંપેલ છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
