<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

NHM કરરા અંતર્ગત કર્મચારીઓના પગાર અનિયમિત થવાથી ઊભી થયેલ આર્થિક મુશ્કેલી અંગે રજુઆત

 

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા GMERS જનરલ હોસ્પિટલ, રાજપીપલા, ખાતે NHM અંતર્ગત કાર્યરત કરાર આધારિત કર્મચારીઓના પગાર દિવાળી બાદથી અનિયમિત જમા થાય છે હાલમાં હાલમાં નવેમ્બર-૨૫ તથા ડીસેમ્બર- ૨૦૨૫ માસનો પગાર જાન્યુઆરી-૨૬ માસમાં ૨૦ તારીખની આસપાસ ચુકવવામાં આવેલ છે ત્યારબાદ આજદિન સુધી જાન્યુઆરી-૨૬ અને ફેબ્રુઆરી-૨૬ માસનો પગાર પણ હજુ સુધી NHM કર્મચારીઓનો જમા થયેલ નથી.
    આ સાથે આપ સાહેબને રજૂઆત છે કે, મેડીકલ ઓફીસર, એ.એચ.એ. અને એ.એચ.એ. આસીસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO), પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા અન્ય સહાયક કર્મચારીઓ સંપૂર્ણપણે તેમના માસિક પગાર પર નિર્ભર છે દિવાળી તહેવાર બાદ પગાર ન મળવાના કારણે નાના પગારધારક કર્મચારીઓ પર ગંભીર આર્થિક સંકટ ઊભું થયું છે તહેવાર ખર્ચ, બાળકોની શિક્ષણ ફી, ઘરભાડું, લોન હપ્તા તથા દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
  આ તમામ કર્મચારીઓ NHM અંતર્ગત પોતાની ફરજો નિયમિત અને નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા હોવા છતાં પગાર વિલંબ થવાથી તેમનું મનોબળ ઘટી રહ્યું છે જેનો પ્રભાવ આરોગ્ય સેવાઓ પર પણ પડી શકે તેમ છે.
માટે વિનંતી છે કે, આ બાબતે તાત્કાલિક ધ્યાન આપીને સંબંધિત અધિકારીઓ સમક્ષ યોગ્ય રજૂઆત કરી, NHM કર્મચારીઓના બાકી પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે તેમજ દર માસે સમયસર પગારની ચુકવણી થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા કૃપા કરશો તેવી રજૂઆત તબીબી અધિક્ષક,જનરલ હોસ્પિટલ.રાજપીપળા માં કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે

(9:52 PM IST)