તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 17th March 2026
સુરતમાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ
નરાધમ રબીઉલ શેખને પોક્સો કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી: કોર્ટે આરોપીને રૂ. 50 હજારનો દંડ પણ કર્યો

સુરતના અમરોલી વિસ્તારમાં 12 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ રબીઉલ શેખને પોક્સો કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. મજબૂત પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને રૂ. 50 હજારનો દંડ પણ કર્યો છે. ન્યાયાધીશે માનવતાવાદી અભિગમ અપનાવતા ભોગ બનનાર બાળકીને રૂ. 10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને ગુનેગારોમાં કાયદાનો ફફડાટ વ્યાપ્યો છે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
