તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 17th March 2026
સુરતમાં શાળાઓ માટે નવી ગાઈડલાઈન જાહેર: મેદાનમાં રમાડવા પર પ્રતિબંધ સહિત જાહેરાત
જો કોઈ વિદ્યાર્થીની તબિયત લથડે તો તરત જ ૧૦૮ અથવા તો વિદ્યાર્થીના વાલીને જાણ કરે છે અથવા તો નજીકના પીએચસી સેન્ટર અથવા તો નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો

સુરત શહેરમાં વધી રહેલા તાપમાન અને આકરી ગરમીના પ્રકોપને ધ્યાને રાખીને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને લૂ થી બચાવવા મેદાનની પ્રવૃત્તિ ન કરાવવી તેમજ વિદ્યાર્થીઓને ગરમી ન લાગે એ પ્રકારની વ્યવસ્થા કરવા તેમજ જે પંખા બગડેલી હાલતમાં હોય તો તેને રીપેર કરાવવા અથવા તો વધુ પંખાની જરૂરિયાત હોય તો લગાવવા માટે જણાવવામાં આવ્યું છે
ડીઈઓ ભગીરથસિંહ પરમારએ જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો છે એ પત્રને ધ્યાનમાં રાખીને સુરતના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, ઉનાળાની સીઝનની અંદર ગરમી ખુબ જ પડી રહી છે તે બાબતની તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને મેદાની પ્રવુતિ ન કરાવવા દરેક શાળાઓને જણાવવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓના યુનિફોર્મથી લઈને એ બાબતમાં પણ તકેદારી રાખવી, વિદ્યાર્થી વધુમાં વધુ પાણી પીવે જેથી કરીને ડીહાઈડ્રેશન જેવી કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને લીંબુ શરબત, છાશ એ પ્રમાણનું શાળાની અંદર જે નાસ્તો આપવામાં આવતો હોય તો એ પ્રકારની વ્યવસ્થા કરવી જેથી કરીને વિદ્યાર્થીઓની અંદર પાણીનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા કરવા શાળાઓને જણાવવામાં આવ્યું છે. શાળાની અંદર પંખાથી લઈને વિદ્યાર્થીઓને ગરમી ન લાગે એ પ્રકારની વ્યવસ્થા કરવા તેમજ જે પંખા બગડેલી હાલતમાં હોય તો તેને રીપેર કરાવવા અથવા તો વધુ પંખાની જરૂરિયાત હોય તો લગાવવા માટે જણાવવામાં આવ્યું છે જેથી કરીને વિદ્યાર્થીઓને સારી રીતે અભ્યાસ કરાવી શકાય અને વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે.
વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને વહેલા રજા આપવાની કોઈ બાબત નથી પરંતુ વિદ્યાર્થીઓને મેદાની પ્રવુતિ ન કરાવવી એ બાબતે ખાસ તાકીદ કરવામાં આવી છે. વર્ગખંડની અંદર પ્રવુતિ કરાવવી જેથી કરીને વિદ્યાર્થીઓ ડીહાઈડ્રેશનનો ભોગ ન બને, આ ઉપરાંત શાળા કક્ષાએ એક નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે જો કોઈ વિદ્યાર્થીની તબિયત લથડે તો તરત જ ૧૦૮ અથવા તો વિદ્યાર્થીના વાલીને જાણ કરે છે અથવા તો નજીકના પીએચસી સેન્ટર અથવા તો નજીકની હોસ્પિટલનો સંપર્ક કરીને વિદ્યાર્થીને સારવાર આપે તે પ્રકારની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે
(1:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
