<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ગુજરાત સરકારે ટોચના વકીલને દિવસના ૫.૫૦ લાખ નક્કી કર્યા

૦૧-૦૧-૨૦૨૬ની સ્‍થિતિએ મહેશ અગ્રાવલને રૂ. ૩,૦૦,૦૦૦ તથા મનીષાબેન એલ શાહને રૂ, ૧,૭૫,૦૦૦ ચૂકવવાના બાકી છે

અમદાવાદ તા.૧૭: ગુજરાત વિધાનસભામાં રાજ્‍યના ફિક્‍સ પગાર કેસમાં રોકાયેલા વકીલ અને તેમની ફીનો પ્રશ્ન પૂછાયો હતો. વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલ ઈટાલીયાએ પૂછ્‍યું કે રાજ્‍ય સરકારના સુપ્રીમ કોર્ટેમાં ચાલતા ફિક્‍સ પગાર સંબંધના કેસમાં કોર્ટેમાં સરકારનો પક્ષ રાખવા કયા કયા વકીલને ક્‍યારથી રોકવામાં આવ્‍યા છે, ચુકવવાની ફી શું નક્કી થયેલી છે,  ૦૧-૦૧-૨૦૨૬ની સ્‍થિતિએ છેલ્‍લા બે વર્ષમાં કેટલી ફી ચુકવવામાં આવી છે અને કયા કારણોસર કેટલી ફી ચુકવવાની બાકી છે ? સરકારે જણાવ્‍યું કે, કે કે વેણુગોપાલને દિવસના કોન્‍ફરન્‍સ અને અપિરયન્‍સ ફી રૂ. ૫ લાખ અને કલર્કેજ ફી રૂ. ૫૦ હજાર મળી કુલ ૫.૫૦ લાખ નક્કી કરવામાં આવ્‍યા છે.

જેનો જવાબ આપતાં સરકારે જણાવ્‍યું કે,  મહેશ અગ્રવાલને ૧૪-૦૪-૨૦૧૨થી, હરીશ સાલ્‍વેને ૧૮-૦૪-૨૦૧૨થી, કમલ ત્રિવેદીને ૧૮-૦૪-૨૦૧૨થી, મુકુલ રોહતગીને ૧૮-૦૪-૨૦૧૨થી, કે વિશ્વનાથનને ૧૦-૦૩-૨૦૧૪થી, તુષાર મહેતાને ૦૩-૧૧-૨૦૧૭થી, કે કે વેણુગોપાલને ૧૭-૦૪-૨૦૧૮થી, નીરજ કિશન કૌલને ૩૦-૧૨-૨૦૧૯થી, મનીષાબેન એલ શાહને ૨૯-૧૧-૨૦૨૫થી રોકવામાં આવ્‍યા છે.

મહેશ અગ્રવાલને ડ્રાફટીંગ અને એસ.એલ.પી. દાખલ અંગેની ફી - રૂ.૫૦,૦૦૦,  ડ્રાફટીંગ અને વિવિધ મુસદાઓ તૈયાર કરવા અંગેની ફી રૂ, ૩૦,૦૦૦, અરજીનો મુસદ્દો, પ્રતિસાદ અને જવાબ તૈયાર અંગેની ફી રૂ. ૩૦,૦૦૦,  પેપર વાંચવા, ક્‍લાયન્‍ટ સાથે કોન્‍ફરન્‍સ, અભિપ્રાય ફી રૂ.૧૦,૦૦૦ (પ્રતિ કલાક), કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેની ફી રૂ.૪૦,૦૦૦(પ્રતિ દિવસ), કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેની ફી (અંતિમ સુનવણી)  રૂ. ૭૦,૦૦૦ (પ્રતિ દિવસ), રજીસ્‍ટ્રાર કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેની ફી રૂ. ૧૦,૦૦૦ (પ્રતિ દિવસ), વહેલી સુનાવણી વગેરે બાબતોનો રજીસ્‍ટ્રાર સમક્ષ  ઉલ્‍લેખ કરવા અંગેની ફી રૂ. ૧૦,૦૦૦, ટાઈપિગ, ફોટોકોપી, કોર્ટ ફીસ, કુરીયર વગેરે વાસ્‍તવિક ફી ચુકવવાનું નક્કી થયું છે.  કે કે વેણુગોપાલને કોન્‍ફરન્‍સ અને અપિરયન્‍સ ફી રૂ. ૫,૦૦,૦૦૦ તથા કલર્કેજ રૂ. ૫૦,૦૦૦ મળી કુલ ૫.૫૦ લાખ નક્કી કરવામાં આવ્‍યા છે.

કમલ ત્રિવેદીને પ્રતિ દિવસ અપિરયન્‍સ રૂ, ૨,૦૦,૦૦૦,  મુકુલ રોહતગીને ફોન્‍ફરન્‍સ અને અપિરયન્‍સ ફી રૂ. ૨,૦૦,૦૦૦, મનીષાબેન એલ શાહને પ્રતિ દિવસ અપિરયન્‍સ રૂ. ૨,૦૦,૦૦૦ નક્કી કરવામાં આવ્‍યા છે.  હરીશ સાલ્‍વે, કે વિશ્વનાથન તથા નીરજ કિશન કૌલની ફી નિયત થયેલીનથી.

૦૧-૦૧-૨૦૨૬ની સ્‍થિતિએ મહેશ અગ્રાવલને રૂ. ૩,૦૦,૦૦૦ તથા  મનીષાબેન એલ શાહને રૂ, ૧,૭૫,૦૦૦ ચૂકવવાના બાકી છે. જ્‍યારે હરીશ સાલ્‍વે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, કે વિશ્વનાથન, તુષાર મહેતા, કે કે વેણુગોપાલઅને નીરજ કિશન કૌલને કોઈ ફી ચૂકવવાની બાકી નથી.

 

(9:57 AM IST)