તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
શિરદર્દ જેવી બનેલા ટ્રાફિકની હાલત સુધારવા ખાસ મુકાયેલ એડી.CP સજ્જન સિંહ પરમારે ચાર્જ સંભાળ્યો...
વિકટ ટ્રાફિક સમસ્યા હલ કરવા સુરત સીપી અનુપમસિંહ ગેહલોતે આખા શહેરના મહત્વના પોઇન્ટ ચેક કર્યા હતા...

રાજકોટ, તા.૧૭: વિશાળ સુરત શહેરની વિકરાળ બનેલ ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આખા શહેરમાં ફરી, પોઇન્ટ વાયઝ સર્વે કરી તેને સુદ્રઢ બનાવવા ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિ‘રની ખાલી જગ્યા ભરવા માટે ગ્રહ મંત્રાલય સમક્ષ કરેલી દરખાસ્ત અંતર્ગત સુરત શહેરની ટ્રાફિક સમસ્યાઓથી સુપેરે પરિચિત કાર્યદક્ષ અને લોકો સાથે ખૂબ આત્મીયતાથી વર્તી કામ લોકોની ચાહના મેળવનાર સિનિયર IPS સજ્જનસિંહ પરમારની પસંદગી થતા તેઓએ આજ રોજ ચાર્જ સાંભળી લીધેલ છે.
મૂળ સૌરાષ્ટ્રના વતની એવા સજ્જનસિંહ પરમારે રાજકોટ શહેરમાં પણ એસીપી અને ડીસીપી દરજ્જે ફરજ બજાવવા સાથે વિવિધ શહેરોમાં ફરજ બજાવી ખૂબ બહોળો અનુભવ મેળવ્યો છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
