તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
ગેસનો બાટલો મેળવવા લાઇન..ગૃહિણીઓ, ઉદ્યોગકારો પરેશાનઃ મનીષ દોશીનો આક્રોશ

અમદાવાદઃ તા.૧૭, કેન્દ્રની મોદી સરકાર -ભાજપા સરકારના અવિચારી પગલા અને આયોજનના અભાવે દેશની જનતાને નોટબંધી, GST, કોરોના - લોકડાઉન, ઓક્સીજન, ઇન્જેક્શન, SIR અને હવે ગેસની લાઈનમાં ઉભા રહેવા મજબુર કર્યા ત્યારે માનવ સર્જિત ઉર્જા સંકટ માટે કેન્દ્ર સરકાર સીધી જવાબદાર હોવાનો સીધો આરોપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર ગેસના પૂરતો પુરવઠાના સંગ્રહ માટે આગોતરા આયોજનના અભાવે સમયસર ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગઈ છે. ગેસની અછતને કારણે સામાન્ય જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સિરામીક સહિત અનેક ઉદ્યોગો બંધ થઈ ગયા છે. કોમર્શિયલમાં ગેસનો સપ્લાય બંધ કરી દેવાના કારણે અનેક હોટેલ અને રેસ્ટોરન્ટ અને ખાસ કરીને વિદ્યાર્થીઓની મેસ - કેન્ટીન, સેવાકીય અન્નક્ષેત્રો બંધ થઈ રહ્યા છે.
ભારત દેશની અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા છે અને તેની સીધી અસર દેશના ગેસ પુરવઠા પર પડી રહી છે. ગેસની તંગીની અસર માત્ર ઘર વપરાશ પર નહીં પરંતુ ઉદ્યોગો પર પણ પડી રહી છે. મોંઘવારીના કઠીન સમયમાં લોકોને સરકાર દ્વારા ખાસ કોઈ રાહત મળતી નથી અને ગળહિણીઓને પણ ગેસ સિલિન્ડર મેળવવા માટે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. ગેસની અછતની સીધી અસર માત્ર ઘર વપરાશ પર નહીં પરંતુ ઔદ્યોગિક વપરાશ પર પણ પડી રહી છે. સરકાર તાત્કાલિક ગેસનો પુરતો પુરવઠો સમયસર ઉપલબ્ધ કરાવે તેવી કોંગ્રેસ પક્ષની માંગણી છે.તેમ ડો. મનિષ એમ. દોશી જણાવે છે
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
