News of Tuesday, 17th March 2026
મોરબી-રાજકોટ જિલ્લાના ત્રણ સહિત પાંચ ન્યાયમૂર્તિઓને હાઇકોર્ટે પ્રિ-મેચ્યોર રિટાર્યમેન્ટ આપી દેતા ખળભળાટ

રાજકોટ, તા. ૧૭ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયના પાંચ ન્યાયમૂર્તિઓને પ્રિ-મેચ્યોર રીટાર્યમેન્ટ આપી દેતા ન્યાયતંત્રમાં સનસનાટી મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ જેઓને પ્રિ-મેચ્યોર રિટાયર કરી દોવમાં આવેલ છે. તેમાં મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ, પ્રશાંત વિનોદ રાય જોષી, તેમજ પોરબંદરના એમ.એફ. મંડળી, રાજકોટ જીલ્લામાં ધોરાજી ખાતે બજાવતા અલીહુશેન મોહિબુલ્લા શેખ તથા અરવલ્લી-મોડાસાના એડી. સેસન્સ જજ કીર્તીકુમાર જયંતિલાલ દરજીનો સમાવેશ થાય છે.
હાઇકોર્ટ દ્વારા ઉપરોકત પાંચ જજોને રિમુવ કરવાનો અને અમલની તાત્કાલીક અમલવારી કરવાના આદેશના પગલે ગુજરાત સરકારના કાયદા વિભાગે આ હુકમની બજવણી આ પાંચેય જજોને કરી દેખાતા જવાથી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાઇકોર્ટની ભલામણથી આ પાંચેય જજોને પ્રિ-મેચ્યોર રિટાયર્ડ કરવામાં આવ્યા છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
